ૐ
From Wikipedia, the free encyclopedia
ૐ અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. ૐને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરુઆત ૐથી થાય છે. ૐ અ+ઉ+મ એ ત્રણ ધાતુઓનો બનેલો શબ્દ છે. ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે. વર્તમાનમાં પ્રાપ્ય દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ૠગ્વેદમાં ૐનો પ્રયોગ અનેક ઠેકાણે કરાયેલો છે. ઓમકારનો આકાર આગળથી ત્રગડા જેવો હોય છે અને ઉપરના ભાગે બિન્દુ હોય છે.
ઓમકાર વિશે સંસ્કૃતના એક શ્લોકમાં જણાવ્યા અનુસાર:-
ऊँ कार बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना:।
कामदं मोक्षदं चैव ऊँकाराय नमो नम:॥
અર્થાત 'ઓમકાર સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મોક્ષ આપનાર છે. એ બિંદુ સાથેના ઓમકારનું યોગીઓ નિત્યનિરંતર ધ્યાન કરે છે. એવા ઓમકારને હું નમસ્કાર કરું છું. ' એવો અર્થ થાય છે.