રવિ, 22 સપ્ટે, 2024

Most read

ઇસ્લામીક પંચાંગ

ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫ દિવસ હોય છે. આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે. આ પંચાંગનો આરંભ 'હિજ્ર' થી થયેલો ગણાય છે, જ્યારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) મક્કા થી મદીના દેશાંતર કરેલું. આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' લગાડી અને ઓળખવામાં આવે છે. અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત મહંમદ પયગંબરનો જન્મ ૫૩ હિ.પૂ. માં થયેલો. ઇસ્લામીક પંચાંગ મુજબ હાલનું ચાલુ વર્ષ ૧૪૩૦ હિજરી ગણાય છે, જે લગભગ ડિસેમ્બર ૨૮,૨૦૦૮ (સાંજ)થી ડિસેમ્બર ૧૭,૨૦૦૯ (સાંજ) સુધીનો સમયગાળો દર્શાવે છે.
441 views

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી ભાષામાં લખાતું સાહિત્ય

ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં વસતા અને ગુજરાતી મૂળના લોકો દ્વારા ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય. ગુજરાતી ભાષાનો ઈતિહાસ આશરે ઈ.સ. ૧૦૦૦ની સાલ સુધી આંકી શકાય છે. ગુજરાતી ભાષા સમગ્ર ભારતમાં વિવિધ બોલીમાં બોલાતી અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી. તેની ખાસિયત એ છે કે સાહિત્યને તેના રચયિતા સિવાય કોઈપણ શાસકનો આશ્રય નહોતો તેમ છતાં તેનો વિકાસ થયો. ગુજરાતમાં વાણિજ્ય અને વ્યાપારના વિકાસને કારણે, હિંદુ અને જૈન ધર્મનું પ્રભુત્વ હોવાને કારણે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ, ચાલુક્ય વંશ અને વાઘેલા રાજપૂતો જેવા શાસકો દ્વારા સલામત સમાજની રચના થવાને કારણે ૧૧મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. કાળક્રમે તે સાહિત્ય મુખ્ય ધારામાં આવ્યું અને સમગ્ર ગુજરાતની પ્રજામાં સ્વીકૃતિ પામ્યું તથા લોકપ્રિય બન્યું.
207 views
Show more