અરમાની
From Wikipedia, the free encyclopedia
જ્યોર્જિયો અરમાની એસ.પી.એ. એ એક આંતરરાષ્ટ્રીય ઇટાલિયન ફૅશન હાઉસ છે કે જે ઉચ્ચ ફેશન, રેડી-ટુ-વેઅર,ચામડાનો માલ, જૂતાં, ઘડિયાળો, ઘરેણાં, એક્સેસરિઝ, આઇવેઅર, સૌંદર્યપ્રસાધનો અને ઘરની અંદરની સજાવટ માટેની વસ્તુઓની ડિઝાઇન, ઉત્પાદન, વિતરણ અને છૂટક વેચાણ કરે છે. આ બ્રાન્ડ આ ઉત્પાદનોને વિવિધ ખાસ પ્રકારના પેટા લેબલો હેઠળ બજારમાં વેચે છે, જેમાં જ્યોર્જિયો અરમાની , અરમાની કોલેઝીઓની , એમ્પોરિયો અરમાની , એ.જે. | અરમાની જીન્સ , એ.એકસ. | અરમાની એકચેન્જ , અરમાની જૂનિઅર , અને અરમાની/કાસા નો સમાવેશ થાય છે.
Private | |
ઉદ્યોગ | Fashion and Leisure |
---|---|
સ્થાપના | 1975 |
સ્થાપકો | Giorgio Armani and Sergio Galeotti |
મુખ્ય કાર્યાલય | Milan, Italy |
સેવા અપવામાં અવતા વિસ્તારો | Worldwide |
મુખ્ય લોકો | Giorgio Armani |
આવક | $1.69bn (2005) |
કર્મચારીઓ | 4,700 |
વેબસાઇટ | www.giorgioarmani.com |
અરમાનીનું નામ ઉચ્ચ ફૅશન અને વસ્ત્રનિર્માણ કલાનું વિશ્વભરમાં સમાનાર્થી બની ગયું છે અને તે ફૅશન-ઉદ્યોગમાં સૌથી વધુ મોભાદાર નામોમાંના એક તરીકેની ગણના થાય છે. 2005ના અંતે સમગ્ર વર્ષનું વેચાણ 1.69 અબજ ડોલર હતું. [1] મિલાન, પેરિસ, ન્યૂયોર્ક, લંડન, ટોકયો, શાંઘાઇ અને દુબઇ સહિતના વિવિધ શહેરોમાં વૈભવી હોટેલ્સ અને રિસોર્ટ્સની ચેઇન એવી એમાર પ્રોપર્ટીઝ સાથે સહયોગ સાધવાનું અરમાની વિચારી રહી છે. કંપની બાર, રેસ્ટોરન્ટ અને નાઇટક્લબ ઉપરાંત હાલમાં પણ વિશ્વભરમાં વિવિધ પ્રકારના કાફેનું સંચાલન કરે છે.