ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો From Wikipedia, the free encyclopedia
અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે
અરવલ્લી જિલ્લો | |
---|---|
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 24.0283°N 73.0414°E | |
મુખ્યમથક | મોડાસા |
સ્થાપના | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ |
નામકરણ | અરવલ્લી |
વિસ્તાર | |
• કુલ | ૩,૩૦૮ km2 (૧૨૭૭ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૯,૦૮,૭૯૭ |
વેબસાઇટ | arvalli |
આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે.[1] અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.[2]
૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.[3] અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો હતો.[4]
જિલ્લાની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.[5]
અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે.[6] આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે.[2] આ જિલ્લો ૬૭૬ ગામો અને ૩૦૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી ૧૨.૭ લાખની છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.[6]
અરવલ્લી જિલ્લામાં ૩ (ત્રણ) વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.