![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7a/City_Palace_%2528Udaipur%2529_11.jpg/640px-City_Palace_%2528Udaipur%2529_11.jpg&w=640&q=50)
ઉદયપુર જિલ્લો
From Wikipedia, the free encyclopedia
ઉદયપુર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[2] પૈકીનો એક જિલ્લો છે. ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક નગર ઉદયપુર શહેરમાં આવેલું છે. ઉદયપુર રાજસ્થાનના સાત વિભાગોમાંનું એક છે.
Quick Facts ઉદયપુર જિલ્લો, દેશ ...
ઉદયપુર જિલ્લો | |
---|---|
રાજસ્થાનનો જિલ્લો | |
ઉપરથી, ડાબેથી જમણે: સીટી પેલેસ, જગદીશ મંદિર, સાસ-બહુ મંદિર, વાકળ નદી (કોટા) | |
![]() રાજસ્થાનમાં ઉદયપુર જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (ઉદયપુર): 24°23′N 73°37′E | |
દેશ | ![]() |
રાજ્ય | રાજસ્થાન |
વિભાગ | ઉદયપુર |
મુખ્યમથક | ઉદયપુર |
તાલુકાઓ | ૧. બડગાંવ ૨. ભિંડર ૩. ગિરવા ૪. ગોગુંડા ૫. ઝાડોલ ૬. કનોર ૭. ખેરવાડા ૮. કોટડા ૯. લસાડિયા ૧૦. માવલી ૧૧. ઋષભદેવ ૧૨. સાલુંબેર ૧૩. સેમારી ૧૪. સારદા ૧૫.વલ્લભનગર |
સરકાર | |
• લોક સભા મતવિસ્તારો | ઉદયપુર, ચિત્તોડગઢ |
• વિધાન સભા બેઠકો | ૯ |
વિસ્તાર | |
• કુલ | ૧૧,૭૨૪ km2 (૪૫૨૭ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩૦,૬૮,૪૨૦ |
• ગીચતા | ૨૬૦/km2 (૬૮૦/sq mi) |
• શહેરી વિસ્તાર | ૧૯.૮૩% |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | 61.82%[1] |
• Sex ratio | 958 |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો | NH 8, 76 |
સરેરાશ વાર્ષિક વરસાદ | ૫૫૪ મીમી |
વેબસાઇટ | udaipur |
બંધ કરો
ઉદયપુર જિલ્લો અરવલ્લી પર્વતમાળાની ઉત્તર-પશ્ચિમે આવેલો છે, જેની બાજુમાં સિરોહી જિલ્લો અને પાલી જિલ્લો છે. તેની ઉત્તરે રાજસમન્દ જિલ્લો, પૂર્વે ચિત્તોડગઢ જિલ્લો, નૈઋત્યે વાંસવાડા જિલ્લો, દક્ષિણે ડુંગરપુર જિલ્લો અને અગ્નિ ખૂણે ગુજરાત આવેલા છે. ઉદયપુર જિલ્લો રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં આવેલો છે.