From Wikipedia, the free encyclopedia
સ્લીપ ડિસઓર્ડર (સોમનીપથી) એ વ્યક્તિ કે પ્રાણીની ઊંઘના પ્રકારની તબીબી અવ્યવસ્થા છે. કેટલાક સ્લીપ ડિસઓર્ડર એટલા ગંભીર હોય છે કે સામાન્ય શારીરિક, માનસિક અને ભાવનાત્મક કામગીરીમાં હસ્તક્ષેપ કરી શકે છે. પોલિસોમોગ્રાફી એ કેટલાક સ્લીપ ડિસઓર્ડર્સ માટે કરવામાં આવતો સામાન્ય ટેસ્ટ છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ઊંઘમાં ખલેલ પહોંચવા માટે દાંત કચડાવા (બ્રક્સિઝમ)થી લઈને રાતનો ભય સુધીના અનેક કારણો જવાબદાર હોઈ શકે. વ્યક્તિને જ્યારે કોઈ દેખીતા કારણ વગર ઊંઘવામાં તકલીફ પડે ત્યારે તેનો ઉલ્લેખ અનિદ્રા તરીકે કરવામાં આવે છે.[1] આ ઉપરાંત સ્લીપ ડિસઓર્ડરથી વધારે પડતી ઊંઘની સમસ્યા પણ થઈ શકે, આ સ્થિતિ હાઇપરસોમનીયા તરીકે ઓળખાય છે. માનસિક, તબીબી કે પદાર્થોના દુરુપયોગથી થતી ઊંઘની ગેરવ્યવસ્થાના સંચાલન માટે નીચેની સ્થિતિ પર ભાર મૂકવો જોઈએ.
સૌથી સામાન્ય સ્લીપ ડિસઓર્ડર્સ આ પ્રમાણે છેઃ
સ્લીપ ડિસઓર્ડર માટેની સારવારને સામાન્ય રીતે ચાર પ્રકારમાં વિભાજિત કરી શકાય
સ્લીપ ડિસઓર્ડર ધરાવતા તમામ દર્દીઓ માટે આ પૈકી કોઇ સામાન્ય ઉપાયો પૂરતા નથી. તેના બદલે ચોક્કસ સારવાર પદ્ધતિની પસંદગીનો આધાર દર્દીના નિદાન, તબીબી અને મનોવૈજ્ઞાનિક ઇતિહાસ અને પસંદગીઓ પર તેમ જ સારવાર કરનાર ક્લિનિસિયનની કુશળતા પર રહેલો છે. ઘણી વાર વર્તણૂક આધારિત/સાયકોથેરાપ્યુટિક અને ફાર્માકોલોજિકલ ઉપાયો એક બીજાથી અસંગત હોતા નથી અને મહત્તમ થેરેપ્યુટિક લાભ માટે તેને એક સાથે અમલમાં મૂકી શકાય છે. માનસિક, તબીબી અને પદાર્થોના દુરુપયોગ ઉપરાંત ઊંઘને લગતી મુશ્કેલી હોય ત્યારે તેનું વ્યવસ્થાપન નીચેની શરતો પર કેન્દ્રીત હોવું જોઇએ.
દવાઓ અને સોમેટિક સારવારો ઊંઘને લગતી સમસ્યામાંથી સૌથી વધુ ઝડપી લક્ષણ આધારિત રાહત આપી શકે છે. કેટલાક ડિસઓર્ડર્સ જેમ કે નાર્કોલેપ્સીને ફાર્માકોલોજિકલ રીતે સૌથી સારી રીતે સારવાર આપી શકાય છે. અન્ય, જેમ કે લાંબા ગાળાની કે પ્રાથમિક અનિંદ્રા વધુ ટકાઉ પરિણામો સાથે વર્તણૂક આધારિત દરમિયાનગીરીથી સુધારી શકાય છે.
વિકાસ અથવા મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર ધરાવતા 70 ટકા બાળકોને લાંબા ગાળાની ઊંઘને લગતા ડિસઓર્ડર હોય છે, તેના વિશે ઓછી નોંધ લેવાય છે અને અપૂરતી સારવાર અપાય છે. જે બાળકોમાં શાળાનો સમય અને કુદરતી સર્કેડિયન તાલ વચ્ચે સુસંગતતા ન હોય તેવા કિશોર વયના બાળકોમાં પણ ઊંઘના તબક્કાને લગતી સમસ્યા સામાન્ય છે. અસરકારક સારવારની શરૂઆત કાળજીપૂર્વક નિદાનથી થાય છે જેમાં ઊંઘની ડાયરીઓ અને કદાચ ઊંઘના અભ્યાસનો સમાવેશ થાય છે. ઊંઘના હાઇજીનમાં ફેરફાર કરવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. પરંતુ ઘણી વાર તબીબી સારવારની જરૂર પડે છે.[3]
ઓબ્સ્ટ્રક્ટિવ એપનિયા, સર્કેડિયન રિધમ ડિસઓર્ડર્સ અને બ્રક્સિઝમ જેવી કેટલીક સમસ્યાઓની સારવાર માટે વિશેષ સાધનોની જરૂર પડી શકે છે. આ કિસ્સાઓમાં જ્યારે તે તીવ્ર હોય ત્યારે સારી રીતે સંચાલિત રહી ડિસઓર્ડરની સાથે જીવવું ઘણી વાર જરૂરી બની જાય છે.
કેટલાક સ્લીપ ડિસઓર્ડર ગ્લુકોઝ મેટાબોલિઝમ (ચયાપચય)ને અસર કરતા હોવાનું જાણવા મળ્યું છે.[4]
આરઇએમ (REM) સ્લીપ અને સ્લીપ એપનિયાની શોધ સહિત, 20મી સદીમાં ઊંઘ વિશે ઝડપથી વધી રહેલા જ્ઞાનના કારણે ઊંઘની તબીબી જરૂરિયાતને માન્યતા મળી છે. તબીબી સમુદાયે સ્લીપ એપનિયા જેવા પ્રાથમિક સ્લીપ ડિસઓર્ડર તથા અન્ય સ્થિતિઓમાં ઊંઘની ભૂમિકા અને ગુણવત્તા પર અગાઉ કરતા વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં 1970ના દાયકા સુધીમાં ઊંઘ અને સ્લીપ ડિસઓર્ડર્સના અભ્યાસ માટે ક્લિનિક્સ તથા પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી હતી તથા તેના ધોરણો માટે જરૂરિયાત પેદા થઈ હતી.
અમેરિકામાં આંતરિક દવાઓ, પારિવારીક દવાઓ, પિડિયાટ્રીક્સ, ઓટોલેરીંગોલોજી, સાયકિયાટ્રી અને ન્યુરોલોજીમાં ઊંઘની દવાઓને હવે સબસ્પેશિયાલિટી તરીકે માન્યતા મળી છે. સ્લીપ મેડિસિન (ઊંઘની દવા)માં પ્રમાણપત્ર દર્શાવે છે કે સ્પેશિયાલિસ્ટેઃ
"એવી ક્લિનિકલ પરિસ્થિતિઓના નિદાન અને વ્યવસ્થાપનમાં કુશળતા મેળવી છે જે ઊંઘ દરમિયાન થાય છે, ઊંઘને અસર કરે છે અથવા જાગવાના-ઊંઘવાના ચક્ર દરમિયાન વિક્ષેપથી અસરગ્રસ્ત છે. આ સ્પેશિયાલિસ્ટ (વિશેષજ્ઞ) સંપૂર્ણ પોલિસોમનોગ્રાફીના પૃથક્કરણ અને અર્થઘટનમાં કુશળતા ધરાવે છે અને સ્લીપ લેબોરેટરીમાં ઉભરતા રિસર્ચ અને વ્યવસ્થાપનથી સારી રીતે માહિતગાર છે."[5]
સ્લીપની દવાઓ વિશે કુશળતા મેળવવા માટે અનેક પ્રકારના ડિસઓર્ડર્સ વિશે સમજણ મેળવવી જરૂરી છે જેમાંથી ઘણામાં સમાન લક્ષણો હોય છે જેમ કે દિવસ દરમિયાન વધારે પડતું ઊંઘવું, જે સંકલ્પ આધારિત ઉંઘ દૂર કરવાની ગેરહાજરીમાં “એક ઓળખી શકાય તેવા અને સારવારપાત્ર સ્લીપ ડિસઓર્ડરથી પેદા થાય છે” જેમ કે સ્લીપ એપનિયા, નાર્કોલેપ્સી, આઇડિયોપેથિક, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (સીએનએસ (CNS)) હાઇપરસોમનિયા, ક્લેઇન-લેવિન સિન્ડ્રોમ, માસિક સ્ત્રાવ સંબંધિત હાઇપરસોમનિયા, આઇડિયોપેથિક રિકરન્ટ સ્ટુપોર અથવા સર્કેડિયન રિધમ સમસ્યાઓ વગેરે.[6] અન્ય સામાન્ય ફરિયાદ અનિંદ્રાને લગતી છે. તેમાં ઘણા લક્ષણો હોય છે જેના અનેક વિવિધ કારણો- શારિરીક અને માનસિક હોય છે. વિવિધ પરિસ્થિતિમાં સંચાલનમાં ઘણો ફેરફાર હોય છે અને યોગ્ય નિદાન વગર તેનો અમલ કરી શકાતો નથી.
સ્લીપ ડેન્ટીસ્ટ્રી (બ્રક્સિઝમ, નસકોરા અને સ્લીપ એપનિયા)ને નવ ડેન્ટલ વિશેષતાઓમાં માન્યતા નથી આપવામાં આવી, પરંતુ અમેરિકન બોર્ડ ઓફ ડેન્ટલ સ્લીપ મેડિસિન (એબીડીએસએમ (ABDSM)) દ્વારા બોર્ડ પ્રમાણપત્ર માટે લાયક ઠરે છે. પરિણામે પેદા થતા ડિપ્લોમેટ દરજ્જાને અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન (એએએસએમ (AASM)) દ્વારા માન્યતા અપાઇ છે અને આ દાંતના નિષ્ણાતોને એકેડેમી ઓફ ડેન્ટલ સ્લીપ મેડિસિન (યુએસએ (USA))માં સામેલ કરવામાં આવે છે.[7] લાયકાત ધરાવતા ડેન્ટીસ્ટ્સ માન્યતાપ્રાપ્ત ઊંઘ કેન્દ્રો ખાતે સ્લીપ ફિજિશિયન્સ સાથે જોડાણ કરીને મૌખિક એપ્લાયન્સ થેરેપી અને અપર એરવે સર્જરી કરી શકે છે જેનાથી ઊંઘને લગતી શ્વાસોચ્છવાસની સમસ્યાની સારવાર અથવા નિયંત્રણ કરી શકાય છે.[8]
યુકેમાં ઊંઘની દવાઓ અને નિદાન અને સારવારની સંભાવનાઓ વિશે જાણકારી ઓછી હોવાનું જણાય છે. ઇમ્પિરિયલ કોલેજ હેલ્થકેર સ્લીપ સેન્ટરના ડાયરેક્ટરને ટાંકીને ગાર્ડિયન ડોટ યુકે (Guardian.co.uk) જણાવે છે, “એક સમસ્યા એ છે કે દેશમાં ઊંઘની દવાઓ વિશે ઓછી તાલીમ આપવામાં આવી છે. સ્લીપ ફિજિશિયન્સ અંગે કોઇ માળખા આધારિત તાલીમ આપવામાં આવતી નથી.”[9] ઇમ્પિરિયલ કોલેજ હેલ્થકેર સાઇટ[10] ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ (ઓએસએ (OSA)) પર ધ્યાન આપે છે અને બહુ ઓછા અન્ય સ્લીપ ડિસઓર્ડરની નોંધ લેવાઇ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.