ઍફીલ ટાવર
From Wikipedia, the free encyclopedia
અઇફિલ ટાવર (ફ્રેન્ચ:Tour Eiffel), ફ્રાન્સ દેશની રાજધાની પૅરિસમાં આવેલ સેઇન નદીની બાજુમાં આવેલ કામ્પ દ માર્સ પર બનાવાયેલો લોખંડી મિનારો છે. આ મિનારો વિશ્વમાં ફ્રાન્સની ઓળખનું ચિન્હ બની ગયો છે અને તે વિશ્વની સૌથી પ્રસિદ્ધ ઇમારતોમાંનો એક છે જે અઢારમી સદીના અંત ભાગમાં (૧૮૮૯) નિર્માણ કરવામાં આવ્યો હતો. ૨૭૩ મીટરની ઊંચાઈએ તે પૅરિસની સૌથી ઊંચી ઇમારત છે. જો તેની ઉપર રહેલા ઍન્ટેનાની લંબાઇને પણ ગણતરીમાં લેવામાં આવે તો તેની કુલ લંબાઇ ૩૨૪ મીટર થાય છે. જે લગભગ ૮૧ માળનાં મકાનને સમકક્ષ છે. આંતર-રાષ્ટ્રીય સ્તરે જેમ તાજ મહેલ ભારતની ઓળખાણ ગણાય છે, તેમ અઇફિલ ટાવર ફ્રાંસની ઓળખાણ ગણાય છે. અઇફિલ ટાવરના નિર્માણમાં અંદાજિત ૧૦,૦૦૦ ટન ધાતુનો વપરાશ થયો છે. જેમાં મુખ્યત્વે લોખંડ અને પોલાદ વપરાયા છે. સન ૧૮૮૯ થી લઇને સન ૧૯૩૦માં ન્યૂયોર્કમાં ક્રાયસ્લર બિલ્ડિંગના બાંધકામ સુધી અઇફિલ ટાવર દુનિયાનું સૌથી ઊંચુ માનવસર્જિત મકાન હતું. ટાવરના મુખ્ય ઇજનેર ગુસ્તાવ અઇફિલના માનમાં તેનું નામ અઇફિલ ટાવર પાડવામાં આવ્યું છે.
અઇફિલ ટાવર | |
અઇફિલ ટાવર-કામ્પ દ માર્સ થી જોતાં
| |
Information | |
---|---|
Location | પૅરિસ,ફ્રાન્સ |
Status | Complete |
Constructed | ૧૮૮૭ – ૧૮૮૯ |
Use | અવલોકન મિનાર રેડીઓ પ્રસારણ મિનાર |
Height | |
Antenna/Spire | ૩૨૪ મી (૧૦૬૩ ફીટ) |
Roof | ૩૦૦.૬૫ મી (૯૮૬.૩૮ ફીટ) |
Companies | |
Architect | ગુસ્તાવ અઇફિલ |
Structural Engineer | ગુસ્તાવ અઇફિલ |