એક મસાલો From Wikipedia, the free encyclopedia
એલચો અથવા કાળી એલચી એ એક તેજાનો છે. આ Zingiberaceae કુળની બે પ્રજાતિમાંની એકમાંથી આવે છે. આના પોપટામાં તીવ્ર કપૂર જેવી સોડમ હોય છે. સૂકવણીની પદ્ધતિ અનુસાર તેમાં એક ધુમ્ર ખુશબો પણ આવે છે. એલચાને અંગ્રેજીમાં વિવિધ નામે ઓળખાય છે જેમ કે બંગાળી એલચી (Bengal cardamom), બહરતીય એલચી (Indian cardamom), નેપાળી એલચી (Nepal cardamom), પાંખાળી એલચી (winged cardamom), પહાડી એલચી (hill cardamom) વગેરે.
એલચો | |
---|---|
મસાલા તરીકે વપરાતો એલચો | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Monocots |
(unranked): | Commelinids |
Order: | Zingiberales |
Family: | Zingiberaceae |
Genus: | 'Amomum' |
Species: | ''A. subulatum, A. costatum'' |
દ્વિનામી નામ | |
Amomum subulatum, Amomum costatum[સંદર્ભ આપો] (A. subulatum) Roxb. (A. costatum) Benth. & Hook.f. | |
રસોઈમાં એલચાનો ઉપયોગ ભારતીય લીલી એલચીની જેમ જ થાય છે. જોકે તે એલચીની સોડમ જુદી હોય છે. લીલી એલચી મીઠાઈ માં વપરાય છે, પણ એલચો ભાગ્યેજ મીઠાઈમાં વપરાય છે. પરાંપરાથી આને જ્વાળાની ઉપર સુકાવાતી હોવાથી તેમાં એક પ્રકારની ધુમ્ર સુગંધ હોય છે.
કાળી એલચીને બે જાતિઓ જોવા મળે છે : એમોમમ સબ્લેટમ્ (નેપાળી એલચો) અને એમોમમ કોસ્ટેટમ. નેપાળી એલચો એ કોસ્ટેટમ એલચા કરતાં નાનો હોય છે અને તેનો ઉપયોગ ભારતીય અને પાકિસ્તાની રસોઈમાં થાય છે. જ્યારે કોસ્ટૅટમ એલચો એ ચીની એલચો છે અને તેનો ઉપયોગ ચીની રસોઈ (ખાસ કરીને સીચુઆન રસોઈ) અને વિયેટનામી રસોઈમાં થાય છે
એલચાને ન ઓળખનરા લોકો પ્રાય: આને લીલી એલચીની ઉતરતી જાત માની બેસે છે [1]. ખરી રીતે તો એલચાની સુગંધ તેના સ્થાનીય ક્ષેત્રની બહાર મીઠાઈ કે અન્ય ગરમ ખોરાકમાં વાપરવા યોગ્ય નથી હોતી. આની સુગંધ એલચી કરતા ઓછી હોય છે, પણ ઘણી વખત ભઠીયારાઓ એલચીના સસ્તા વિકલ્પ તરીકે અને વાપરતા હોય છે.
ચીનમાં જીન-જીન નામની હળવે તાપે બાફીને બનાવાતી માસની વાનગી માં તે વપરાય છે. ખાસ કરીને સીચુઆન ક્ષેત્રની રસોઈમાં તે વપરાય છે.
વિયેટનામમાં એલચાના પોપટાને "થાઓ ક્વા" કહેવાય છે. ત્યાં તેને પ્હો નામના નૂડલસૂપ બનાવવાના આમિષ-પાણી (બ્રોથ)માં ઉમેરવામાં આવે છે.
નેપાળ એ એલચાના ઉત્પાદનમાં અગ્રતા ક્રમે છે તેની પાછળ ભારત અને ભૂતાન આવે છે.
ચીની વૈદકમાં કાળી એલચીનો ઉપયોગ પેટની પાચન સંબંધી તકલીફો અને મલેરિયાના ઉપચારમાં થાય છે. [2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.