ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્ર
From Wikipedia, the free encyclopedia
ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્ર (એફડીએ (FDA) અથવા યુએસએફડીએ (USFDA) ) એ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસની એજન્સી છે. તે યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટ્સની એક એજન્સી છે. જેના માથે ખોરાક સલામતી, તમાકુની બનાવટો, પોષક આહારો, પ્રિસ્ક્રિપ્શન અને ઓવર-ધ-કાઉન્ટર (દવાની દુકાને સીધી વેચાતી) દવાઓ (ઔષધો), રસીઓ, બાયોફાર્માસ્યુટિકલ્સ, બ્લડ ટ્રાન્સફ્યુઝન (એક વ્યક્તિના શરીરમાંથી અન્ય વ્યક્તિના શરીરમાં લોહીની ફેરબદલી), તબીબી સાધનો, વિદ્યુતચુંબકીય વિકિરણ ઉત્સર્જક સાધનો (ઇઆરઇડી) (ERED), પશુઓના રોગના ઉપચાર માટેની પ્રોડકટ્સ, અને કોસ્મેટિક્સ જેવી બાબતોના નિયમન અને તેના પર દેખરેખ મારફતે જાહેર આરોગ્યને સલામત કરવાની અને તેને પ્રોત્સાહન આપવાની જવાબદારી છે.
Food and Drug Administration | |
---|---|
FDA Logo | |
સંસ્થા નિરીક્ષણ | |
રચના | 1906[1] |
Preceding agencies | Food, Drug, and Insecticide Administration (July 1927 to July 1930) Bureau of Chemistry, USDA (July 1901 through July 1927) Division of Chemistry, USDA (Established 1862) |
અધિકારક્ષેત્ર | Federal government of the United States |
મુખ્ય મથક | 10903 New Hampshire Ave, Silver Spring, MD 20903 |
Employees | 9,300 (2008) |
વાર્ષિક અંદાજપત્ર | $2.3 billion (2008) |
સંસ્થાના સત્તાધારી | Margaret A. Hamburg, Commissioner of Food and Drugs[2] |
Parent Agency | Department of Health and Human Services |
વેબસાઈટ | |
fda.gov |
એફડીએ (FDA) અન્ય કાયદાઓ તેમાં પણ ખાસ કરીને જાહેર આરોગ્ય સેવા કાયદોની કલમ 361 અને અન્ય સંબંધિત નિયમનોનું પાલન કરાવે છે જેમાંથી ઘણા નિયમો ખાદ્ય અને ઔષધ સાથે સીધા સંકળાયેલા નથી. જેમાં આંતરરાજ્ય પ્રવાસમાં સફાઇની જરૂરીયાત અને કેટલાક ઘરેલુ પાળતું પ્રાણીથી લઇને સહાયક પ્રજનન માટે વીર્યદાન માટેની પ્રોડકટ્સ પર રોગના અંકુશનો સમાવેશ થાય છે. એફડીએ (FDA)નું નેતૃત્ત્વ કમિશનર ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ કરે છે જેની નિયુક્તિ સેનેટની સલાહ અને મંજૂરી સાથે પ્રમુખ દ્વારા કરાય છે. કમિશનર સેક્રેટરી ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ હેઠળ કામ કરે છે. અત્યારના 21માં કમિશનર ડો. માર્ગારેટ એ હેમ્બર્ગ છે. તેઓ ફેબ્રુઆરી 2009થી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
એફડીએ (FDA) સિલ્વર સ્પ્રિંગ, મેરિલેન્ડ ખાતે તેનું મુખ્યમથક ધરાવે છે અને તમામ 50 સ્ટેટ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ વર્જિન આયલેન્ડ, અને પ્યુર્ટો રિકોમાં 223 ફીલ્ડ ઓફિસ અને 13 પ્રયોગશાળાઓ ધરાવે છે.[3] 2008માં એફડીએ (FDA)એ ચીન, ભારત, કોસ્ટા રિકા, ચિલે, બેલ્જિયમ, અને યુનાઇટેડ કિંગડમ સહિત વિદેશી રાષ્ટ્રોમાં કચેરીઓ ખોલવાનું શરૂ કર્યું હતું.[4]