ગુજરાત
ભારત દેશનું એક રાજ્ય / From Wikipedia, the free encyclopedia
ગુજરાત (/ˌɡʊdʒəˈrɑːt/ GUUJ-ə-RAHT, ઉચ્ચારણ) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.[9][10][11][12] ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે.[13] ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
ગુજરાત | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ઉપરથી ડાબેથી જમણે: સાબરમતી આશ્રમ, ગુજરાતી પહેરવેશ, સોમનાથ મંદિર, કચ્છનું રણ, દ્વારકાધીશ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ મહેલ | |||||||||||||||||||||
ગીત: જય જય ગરવી ગુજરાત | |||||||||||||||||||||
ગુજરાતનું ભારતમાં સ્થાન | |||||||||||||||||||||
અક્ષાંશ-રેખાંશ (અમદાવાદ): 23°13′N 72°41′E | |||||||||||||||||||||
દેશ | ભારત | ||||||||||||||||||||
રચના | ૧ મે ૧૯૬૦ | ||||||||||||||||||||
પાટનગર | ગાંધીનગર | ||||||||||||||||||||
સૌથી મોટું શહેર | અમદાવાદ | ||||||||||||||||||||
જિલ્લાઓ | ૩૧ | ||||||||||||||||||||
સરકાર | |||||||||||||||||||||
• માળખું | ગુજરાત સરકાર | ||||||||||||||||||||
• રાજ્યપાલ | આચાર્ય દેવ વ્રત | ||||||||||||||||||||
• મુખ્યમંત્રી | ભૂપેન્દ્ર પટેલ (ભાજપ) | ||||||||||||||||||||
• વિધાનસભા | એકગૃહીય (૧૮૨ બેઠકો) | ||||||||||||||||||||
• સંસદીય વિસ્તારો | રાજ્ય સભા (૧૧ બેઠકો) લોક સભા (૨૬ બેઠકો) | ||||||||||||||||||||
• હાઇકોર્ટ | ગુજરાત વડી અદાલત | ||||||||||||||||||||
વિસ્તાર | |||||||||||||||||||||
• કુલ | ૧,૯૬,૦૨૪ km2 (૭૫૬૮૫ sq mi) | ||||||||||||||||||||
વિસ્તાર ક્રમ | ૫મો | ||||||||||||||||||||
વસ્તી (૨૦૧૧) | |||||||||||||||||||||
• કુલ | ૬,૦૪,૩૯,૬૯૨ | ||||||||||||||||||||
• ક્રમ | ૯મો | ||||||||||||||||||||
• ગીચતા | ૩૦૮/km2 (૮૦૦/sq mi) | ||||||||||||||||||||
ઓળખ | ગુજરાતી | ||||||||||||||||||||
GSDP (૨૦૨૦–૨૧) | |||||||||||||||||||||
• કુલ | ₹૧૬.૪૮ trillion (US$૨૨૦ billion) | ||||||||||||||||||||
• માથાદીઠ | ₹૨,૪૩,૭૬૧ (US$૩,૨૦૦) | ||||||||||||||||||||
ભાષા | |||||||||||||||||||||
• અધિકૃત | ગુજરાતી[2] | ||||||||||||||||||||
• અન્ય અધિકૃત | હિંદી[3] | ||||||||||||||||||||
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) | ||||||||||||||||||||
ISO 3166 ક્રમ | IN-GJ | ||||||||||||||||||||
વાહન નોંધણી | GJ | ||||||||||||||||||||
HDI (૨૦૧૭) | ૦.૬૬૭[4] medium · (૨૧મો) | ||||||||||||||||||||
સાક્ષરતા (૨૦૧૧) | 78.03%[5] | ||||||||||||||||||||
લિંગ પ્રમાણ (૨૦૧૧) | 919 ♀/1000 ♂[5] | ||||||||||||||||||||
|
ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.[14] ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.[15] સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.[16]
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે.[17] ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે.[18]