જીભ
From Wikipedia, the free encyclopedia
જીભ એ મુખમાં રહેલ,ચાવવા અને ગળવા માટે ઉપયોગી તેવું કંકાલિય સ્નાયુ(મજ્જા)નું બનેલ અંગ છે. માનવની સ્વાદેન્દ્રિ હોવા થી તેનું એક નામ રસના પણ છે. જીભની મોટાભાગની ઉપલી સપાટી સ્વાદાંકુરો (taste buds) થી છવાયેલ હોય છે.તે ઉપરાંત જીભ તેની બહોળા પ્રમાણમાં વિવિધરીતે હલચલ કરવાની ક્ષમતાને કારણે વાચા (અવાજ) ઉત્પન કરવાનાં કાર્યમાં પણ સહાયરૂપ છે. તે સંવેદનશીલ અને લાળ વડે ભિંજાયેલ હોય છે,તેમાં પુષ્કળ પ્રમાણમાં રક્તવાહિનીઓ અને તંત્રિકાઓ (ચેતાતંત્રિય કોષો) રહેલ હોય છે જે તેને હલનચલનમાં મદદરૂપ છે.[1]