જોન મિલ્ટન
From Wikipedia, the free encyclopedia
જોન મિલ્ટન એક અંગ્રેજી ભાષાના કવિ હતા, જેઓ વિશેષત: તેમણે રચેલ માહાકાવ્ય પેરેડાઇઝ લોસ્ટ માટે જાણીતા છે. અંગ્રેજી ભાષાના મહાન કવિઓમાં તેમનો સમાવેશ થાય છે.
Quick Facts જ્હોન મિલ્ટન, જન્મ ...
બંધ કરો
કલાપ્રેમી પિતાનું સંતાન હોવાથી મિલ્ટને શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તે સાથે તીવ્ર શિક્ષણની વૃત્તિએ તેમને ઉચ્ચ સમજશક્તિ આપી હતી, જેણે તેમના સાહિત્ય પર પણ અસર કરી. રાજકીય સક્રિયતા પછી સત્તામાં ઉચ્ચ હોદ્દો મેળવવા છતાં અને એક ઉચ્ચ વર્ગની મહિલા સાથે લગ્ન કરવા છતાં, બંને પરિસ્થિતિઓ આખરે મિલ્ટન માટે ખૂબ જ પ્રતિકૂળ સાબિત થઈ. સંપૂર્ણ રીતે અંધ બની જવા છતાં અને વિવિધ વેદનાઓ સહન કરીને પણ, તેમણે પણ પોતાનાં દુખને સર્જનાત્મકતાનું સાધન બનાવ્યું અને આ રીતે દુ: ખી જીવનનો અંત દુ:ખથી નહિ પણ સુખથી આણ્યો. તેમનું અંગત સોનેટ 'ઓન હિઝ બ્લાઇન્ડનેસ' છે જે તેમના પોતાના અંધત્વ પર આધારિત છે.[1]