![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/17/Damodar_River_1.jpg/640px-Damodar_River_1.jpg&w=640&q=50)
દામોદર નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
દામોદર નદીભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલાં પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ રાજ્યોમાંથી વહેતી એક નદી છે. આ નદીના જળથી એક મહત્વાકાંક્ષી જળવિદ્યુત પરિયોજના દામોદર બહુહેતુક પરિયોજના ચલાવવામાં આવે છે, જેનું સંચાલન દામોદર ઘાટી પરિયોજના નિગમ(દામોદર વેલી કોર્પોરેશન - ડી. વી. સી.) કરે છે.
દામોદર નદી | |
---|---|
![]() ઉનાળાની ઋતુમાં દામોદર નદી છોટા નાગપુરમાં તેના અંતિમ ચરણમાં | |
![]() દામોદર નદીનો નક્શો | |
સ્થાન | |
દેશ | ભારત |
સ્થળ | બોકારો, આસનસોલ, રાણીગંજ, દુર્ગાપુર, વર્ધમાન |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ચુલ્હા પાની, લાટેહાર, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, ઝારખંડ |
નદીનું મુખ | |
• સ્થાન | હુગલી નદી, હાવરા જિલ્લો, પશ્ચિમ બંગાળ |
લંબાઇ | 592 km (368 mi) |
સ્રાવ | |
⁃ સરેરાશ | 296 m3/s (10,500 cu ft/s)[1] |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | બરાકર, કોણાર, જમુનિયા, નુનિયા |
• જમણે | સાલી |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/17/Damodar_River_1.jpg/640px-Damodar_River_1.jpg)
દામોદર નદી ઝારખંડ રાજ્યની છોટા નાગપુર ક્ષેત્રના પલામૂ જિલ્લાના ચાંદવા ગામ નજીકથી નીકળે છે અને આશરે ૫૯૨ કિલોમીટર જેટલું અંતર કાપીને હુગલી નદીમાં મળી જાય છે. દામોદર નદીમાં બરાકર નદી, કોણાર નદી, બોકારો નદી, હાહારો નદી, જમુનિઆ નદી, ઘારી નદી, ગુઐયા નદી, ખડીયા નદી અને ભેરા નદી જેવી નાની મોટી નદીઓ મળી જાય છે.[2]>[3]. આ નદીના કિનારે આસનસોલ, બોકારો, દુર્ગાપુર જેવાં શહેરો વસેલાં છે.
ઝારખંડ રાજ્યના લોકોમાંથી કેટલાક લોકો તેમની સ્થાનિક ભાષામાં આ નદીને, દામુદા પણ કહે છે. અહીં દામુ એટલે કે લોકોને સમર્પિત અને દા એટલે પાણી એવો અર્થ થાય છે.