પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદી રાષ્ટ્રીય ઉદ્યાન
From Wikipedia, the free encyclopedia
પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદી રાષ્ટ્રીય ઉદ્યાન એ ફીલીપીન્સના પલાવાનમાં આવેલા પર્ટો પ્રીન્સેસા શહેરથી 80 kilometres (50 mi) ઉત્તરે આવેલું એક સંરક્ષિત નદી ક્ષેત્ર છે. આ નદીને 'પર્ટો પ્રેન્સેસા પાતાળ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન પલાવાન ટાપુના પશ્ચિમ કિનારે આવેલા સેન્ટપૉલ પર્વતમાલામાં આવેલું છે. આની ઉત્તરે સેન્ટ પૉલનો ઉપસાગર અને પૂર્વે બાબુયાન નદી આવેલી છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનની જાળવણી ૧૯૯૨થી શહેર સુધરાઈ દ્વારા કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં સાબંગ નગરથી થોડી ચડાઈ કરીને કે હોડી દ્વારા પ્રવાસ કરીને પ્રવેશ કરી શકાય છે.
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
ઈ.સ. ૨૦૧૦માં પર્યાવરણશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીઓના એક જૂથે શોધી કાઢ્યું કે આ ગુફામાં બીજા માળે પણ નદીનું વહેણ છે. આનો અર્થ એ થયો કે ગુફાની અંદર નાના ધોધ આવેલા છે. આ સાથે તેમણે ગુફામાં ૩૦મી જેટલો ઘૂમટ, ખડકો સ્થાપત્યો, મોટા ચામાચિડિયા, નદીમાં એક ઉંડો ખાડો, નદીની અન્ય શાખાઓ, એક બીજી ઊંડી ગુફા, જળચરો આદિ પણ શોધી કાઢ્યા છે. ભૂમિગત નદીની ઉંડી ગુફાઓમાં ઑક્સિજનના ખૂબજ નીચા સ્તરને કારણે વધુ શોધ શક્ય બની નથી.
૧૧ નવેમ્બર ૨૦૧૧ના દિવસે પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદીને હંગામી રીતે આધુનિક વિશ્વની પ્રાકૃતિક અજાયબી તરીકે પસંદ કરવામાં આવી. આની પુષ્ટિ ૨૮ જાન્યુઆરી ૨૦૧૨માં કરવામાં આવી.[1]