યેરકાડ
From Wikipedia, the free encyclopedia
યેરકાડ (તામિલ: ஏற்காடு) એ ભારતના તામિલ નાડુ રાજ્યમાં આવેલ સેલમ જિલ્લામાં આવેલું એક ગિરિમથક છે. આ ક્ષેત્ર પૂર્વ ઘાટમાં આવેલ શેવરી ટેકરીઓમાં આવેલું છે. આ નગર ૧૫૧૫ મી ફૂટની ઊંચાઈએ આવેલું છે. યેરકાડનું સૌથી ઊંચુ સ્થળ સર્વનન મંદિર છે. તલાવ કિનારે આવેલ એક ઉપવનના નામ પરથી આ સ્થળનું નામ પડ્યું છે જેનો અર્થ તળાવ વન એવો થાય છે.[1] યેરકડને દક્ષિણનું રત્ન કહે છે.[2] આ શહેર સેલમથી ૮ કિમી રસ્તા દ્વારા જોડાયેલ છે. અહીં નું તાપમાન ન તો ૨૯ સે થી ઉપર જાય છે કે નતો ૧૩ સે ની વચ્ચે રહે છે. અહીં કોફી સેવાય ખટાશ વાળા ફળો જેમકે સંતરા અહીં વિપુલ પ્રમાણમં ઉગાડાય છે આ સિવાય કેળાં, પેરુ અને જેક આદિ પણ ઉગાડાય છે. યેરકાડ પશ્ચિમ ઘાટના ગિરિમથકો જેવું જ સુંદર છે. અહીં પર્વતારોહણ કરવું એક સમય પસાર કરવાનો સુંદર ઉપાય છે.
યેરકાડ | |
— નગર — | |
યેરકાડ તળાવ | |
| |
અક્ષાંશ-રેખાંશ | 11°46′46″N 78°12′12″E |
દેશ | ભારત |
રાજ્ય | તામિલ નાડુ |
જિલ્લો | સેલમ |
વસ્તી • ગીચતા |
૩૬,૮૬૩ (૨૦૦૧) • 96/km2 (249/sq mi) |
અધિકૃત ભાષા(ઓ) | તમિલ |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
383 square kilometres (148 sq mi) • 1,515 metres (4,970 ft) |
આરક્ષિત જંગલ ક્ષેત્ર સહિત યેરકાડ તાલુકાનું ક્ષેત્રફળ ૩૮૨.૬૭ ચો કિમી છે. સમગ્ર તાલુકાનું એક નગર તરીકે જ વ્યવસ્થાપન કરાય છે અને તેને એક પંચાયત પણ છે