વાનકુવર
કેનેડાનું એક શહેર / From Wikipedia, the free encyclopedia
વાનકુવર કેનેડાનું ત્રીજું સૌથી મોટું શહેર છે. આ શહેર કેનેડાના પશ્ચિમ કાંઠે આવેલા બ્રિટિશ કોલંબિયામાં આવેલું છે અને પ્રશાંત મહાસાગરનું મોટું બંદર અને તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. વાનકુવર કેનેડાનું સૌથી વધુ વંશીય વિવિધતા વાળું શહેર છે. દુનિયામાં રહેવાલાયક શહેરોમાં તે છેલ્લા ઘણા વરસોથી પ્રથમ પાંચમાં આવે છે. વાનકુવરનું બંદર ઉત્તર અમેરિકાનુ ચોથું સૌથી મોટું અને કેનેડાનુ સૌથી મોટું છે. અહીં ખીલેલા ચલચિત્ર ઉદ્યોગને કારણે તેને ઉત્તરનું "હોલીવુડ" પણ કહે છે. બ્રિટીશ નાવિક જ્યોર્જ વાનકુવર, કે જેણે બરાર્ડની ખાડીની સૌ પ્રથમ મોજણી કરી હતી, તેની યાદમાં શહેરનું નામ રાખવામાં આવેલ છે.
Quick Facts વાનકુવર, દેશ ...
વાનકુવર | |
---|---|
શહેર | |
સીટી ઓફ વાનકુવર | |
વાનકુવર શહેર | |
સૂત્ર: "By Sea, Land, and Air We Prosper" | |
બ્રિટિશ કોલંબિયામાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 49°15′39″N 123°06′50″W | |
દેશ | કેનેડા |
પ્રાંત | બ્રિટિશ કોલંબિયા |
વિસ્તાર | લોઅર મેઇનલેન્ડ |
રચના | એપ્રિલ ૬, ૧૮૮૬ |
નામકરણ | જર્યોજ વાનકુવર |
વિસ્તાર | |
• શહેર | ૧૧૪.૯૭ km2 (૪૪.૩૯ sq mi) |
• શહેેરી | ૮૭૬.૪૪ km2 (૩૩૮.૪૦ sq mi) |
• મેટ્રો | ૨,૮૭૮.૫૨ km2 (૧૧૧૧.૪૦ sq mi) |
ઊંચાઇ | ૦–૧૫૨ m (૦–૫૦૧ ft) |
વસ્તી | |
• શહેર | ૬,૩૧,૪૮૬ (૮th) |
• ગીચતા | ૫,૪૯૨.૬/km2 (૧૪૨૨૬/sq mi) |
• શહેરી વિસ્તાર | ૨૨,૬૪,૮૨૩[3] |
• શહેરી ગીચતા | ૨,૫૮૪/km2 (૬૬૯૦/sq mi) |
• મેટ્રો વિસ્તાર | ૨૪,૬૩,૪૩૧ (૩rd) |
સમય વિસ્તાર | UTC−08:00 (પેસેફિક સમય વિસ્તાર) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC−07:00 (PDT) |
વેબસાઇટ | City of Vancouver |
બંધ કરો