સભ્ય:Sushant savla/sandbox/Meghalaya
From Wikipedia, the free encyclopedia
મેઘાલય[3] એ ભારતનું એક ઉત્તરપૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે. સંસ્કૃતમાં આ નામનો અર્થ "વાદળોનો વાસ" એવો થાય છે. ૨૦૧૬ સુધીમાં મેઘાલયની વસ્તી ૩૨,૧૧,૪૭૪ હોવાનો અંદાજ છે. [4] મેઘાલય આશરે ૨૨,૪૩૦ ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરે છે, જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર લગભગ ૩:૧ છે. [5]
Meghalaya | |
---|---|
State | |
Sohra, one of the most popular tourist attractions in Northeast India, holds the world record for most rain in a calendar month. | |
અક્ષાંશ-રેખાંશ (Shillong): 25.57°N 91.88°E / 25.57; 91.88 | |
Country | India |
Formation | 21 January 1972† |
Capital | Shillong |
Largest city | Shillong |
Districts | 11 |
સરકાર | |
• Governor | Tathagata Roy |
• Chief Minister | Conrad Sangma (NPP) |
• Legislature | Unicameral (60 seats) |
• Parliamentary constituency | Rajya Sabha 1 Lok Sabha 2 |
• High Court | Meghalaya High Court |
વિસ્તાર | |
• કુલ | ૨૨,૪૨૯ km2 (૮૬૬૦ sq mi) |
વિસ્તાર ક્રમ | 23rd |
વસ્તી (2011 census) | |
• કુલ | ૨૯,૬૪,૦૦૭ |
• ક્રમ | 23rd[1] |
• ગીચતા | ૧૩૦/km2 (૩૪૦/sq mi) |
સમય વિસ્તાર | UTC+05:30 (IST) |
ISO 3166 ક્રમ | IN-ML |
HDI | 0.650 (medium) |
HDI rank | 26th (2017) |
Literacy | 75.84% (24th)[1] |
Official language | English[2] |
વેબસાઇટ | meghalaya.gov.in |
† It received the status of a full-fledged State in 1971 by the North-Eastern Areas (Reorganisation) Act 1971 |
રાજ્ય દક્ષિણમાં બાંગ્લાદેશી ના માયમેનસિંહ અને સિલ્હટ વિભાગો, પશ્ચિમમાં ના બાંગ્લાદેશી રંગપુર વિભાગ અને ઉત્તર અને પૂર્વ આસામ રાજ્ય દ્વારા ઘેરાયેલો છે. મેઘાલયની રાજધાની શિલ્લોંગ છે. ભારતના અંગ્રેજ રાજ દરમિયાન, બ્રિટીશ શાહી સત્તાધિકારીઓએ તેને "પૂર્વના સ્કોટલેન્ડ" નામથી ઓળખતા.[6] મેઘાલય અગાઉ આસામનો ભાગ હતો, પરંતુ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે ખાસી, ગારો અને જૈંટિયા પર્વતોના જિલ્લાઓ મેળાવી મેઘાલય નામનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું. મેઘાલયની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ઘણા ભારતીય રાજ્યોથી વિપરીત, મેઘાલય ઐતિહાસિક રીતે એક મેટ્રિનેલ સિસ્ટમનું પાલન કરે છે જ્યાં વંશ અને વારસો સ્ત્રીઓના કુળ દ્વારા નક્કી થાય છે; સૌથી નાની પુત્રીને બધી સંપત્તિ વારસામાં મળે છે અને તે તેના માતાપિતાની સંભાળ પણ રાખે છે.
આ રાજ્ય એ ભારતનો સૌથી ભીનો પ્રદેશ છે, જે સરેરાશ દરેક વર્ષે12,000 mm (470 in) વર્ષાની નોંધ કરે છે.[5] રાજ્યનો આશરે ૭૦% જંગલોથી ઘેરાયલો છે. [7] મેઘાલય ઉષ્ણકટિબંધીય જંગલોનું ઇકોરીજીયન મોટા ભાગના રાજ્યને ઘેરી લે છે; તેના પર્વતેય જંગલો ઉત્તર અને દક્ષિણ તરફના નીચાણવાળા ઉષ્ણકટિબંધીય જંગલોથી અલગ છે. જંગલો તેમના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને છોડની જૈવવિવિધતા માટે જાણીતા છે.
મેઘાલય મુખ્યત્વે એક કૃષિ અર્થતંત્ર ધરાવે છે સાથે નોંધપાત્ર વ્યાપારી વનીકરણ ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. બટેટા, ચોખા, મકાઈ, અનાનસ, કેળા, પપૈયા, મસાલા અહીંના મુખ્ય પેદાશો છે. સેવા ક્ષેત્ર રીઅલ એસ્ટેટ અને વીમા કંપનીઓનું બનેલું છે. ૨૦૧૨માં મેઘાલયનું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પન્ન ર્તમાન કિંમત પ્રમાણે અંદાજે ₹૧૬,૧૭૩ crore (US$૨.૧ billion) છે. [8] રાજ્ય ભૌગોલિક રીતે ખનિજોથી સમૃદ્ધ છે, પરંતુ તે ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર ઉદ્યોગો નથી.[6] રાજ્યમાં આશરે 1,170 km (730 mi) લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. તે બાંગ્લાદેશ સાથેના વેપાર માટેનું એક મુખ્ય લોજિસ્ટિકલ કેન્દ્ર પણ છે. [5]
જુલાઈ 2018 માં, આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટીગ્રાફી (ભૂસ્તરીય શાસ્ત્ર) આયોગે ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસને લાગતા હોલોસેન યુગને ત્રણ ખંડમાં વિભાજિત [9] [10] કર્યો હતો જેના અંતિમ હોલોસેનને મેઘાલય ખંડ નામ આપવામાં આવ્યું છે. [11] [12] આ એટલા માટે કે મેઘાલયની માવમ્લુહ ગુફાના લવણસ્તંભો લગભગ ઈ. સ. પૂ. ૨૨૫૦ની એક મહત્ત્વની વૈશ્વિક આબોહવા પરિવર્તનની ઘટના સ્ટ્રેટોટાઈપની સીમા ક્કી કરે છે. [13]