સુનિલ દત્ત
From Wikipedia, the free encyclopedia
સુનિલ દત્ત (જન્મે બલરાજ દત્ત; ૬ જૂન ૧૯૨૯ - ૨૫ મે ૨૦૦૫) ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને રાજકારણી હતા.[1] તેઓ મનમોહનસિંઘની સરકારમાં (૨૦૦૪-૨૦૦૫) યુવા બાબતો અને રમતગમત પ્રધાન હતા. તેઓ મુંબઈના પૂર્વ શેરિફ હતા. તેઓ અભિનેતા સંજય દત્ત અને રાજકારણી પ્રિયા દત્તના પિતા છે.[2]
Quick Facts સુનિલ દત્ત, જન્મ ...
બંધ કરો
૧૯૬૮માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[3] ૧૯૮૪માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને મુંબઈ ઉત્તર પશ્ચિમના મતવિસ્તારમાંથી પાંચ ટર્મ માટે ભારતની સંસદમાં ચૂંટાયા હતા.[4]