સુની તારાપોરવાલા
ભારતીય ફિલ્મ નિર્દેશક / From Wikipedia, the free encyclopedia
સુની તારાપોરવાલા (Sooni Taraporevala) (જન્મ ૧૯૫૭) એક ભારતીય પટકથા લેખક, તસવીરકાર (ફોટોગ્રાફર) અને ફિલ્મ નિર્માતા છે. તેણીની શ્રેષ્ઠ ઓળખ મિસિસિપી મસાલા, નેઇમ સેઈક અને ઓસ્કાર દ્વારા નામાંકિત સલામ બોમ્બે (૧૯૮૮)ના પટકથાલેખક તરીકેની છે, આ બધાં ચલચિત્રો મીરા નાયર દ્વારા નિર્દેશિત છે.[1]
સુની તારાપોરવાલા | |
---|---|
વર્ષ ૨૦૧૦માં સુની તારાપોરવાલા | |
જન્મની વિગત | 1957 (age 60–61) મુંબઈ |
રહેઠાણ | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
નાગરીકતા | ભારતીય |
વ્યવસાય | પટકથા લેખક, ફિલ્મ નિર્દેશન, તસવીરકાર |
સક્રિય વર્ષ | ૧૯૮૮–વર્તમાન |
તેમના દ્વારા નિર્દેશિત પ્રથમ ફિચર ફિલ્મ, જેનું શીર્ષક છે લીટલ ઝીઝુ , તેમની પોતાની પટકથા પર આધારિત છે અને મુંબઈ ખાતે વર્ષ ૨૦૦૭ની વસંત ઋતુમાં બનાવવામાં આવી હતી.[2][3] આ ફિલ્મ સુની તારાપોરવાલાનો પોતાનો પારસી સમુદાય જે વિવાદો અને પ્રશ્નો અમુભવી રહ્યો છે, તેને પ્રસ્તુત કરે છે.
તેમને વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[4] તેણી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સનું સભ્યપદ ધરાવે છે. તેણીએ ખેંચેલી તસવીરોને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, દિલ્હી અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યુયોર્ક ખાતે કાયમી સંગ્રહમાં સ્થાન આપવામાં આવેલ છે.