સુભાનપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરના પશિમ ભાગમાં આવેલ એક ગામ હતું, જે હાલ વડોદરા શહેરનો એક ભાગ ગણાય છે અને આ વિસ્તાર વડોદરા મહાનગરપાલિકાના અધિકારક્ષેત્રમાં સમાવિષ્ટ છે. સુભાનપુરા એ એક વિશાળ વિસ્તાર છે, જેમાં મુખ્યત્વે રહેણાંકની સોસાયટીઓ આવેલી છે, જેમાં મુખ્યત્વે નજીક આવેલી આઈ.પી.સી.એલ., ગુજરાત રીફાઈનરી, જી.એસ.એફ.સી. જેવી કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં રહે છે. આ ઉપરાંત અહીં કેટલાક શોપિંગ મોલ, સિનેમા હોલ, હોસ્પિટલો વગેરે પણ આવેલા છે.
શિક્ષણ સંસ્થાઓ
સુભાનપુરા વિસ્તારમાં કેટલીક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેની યાદી નીચે મુજબ છે.
- વિદ્યા વિહાર
- એલેમ્બિક સ્કૂલ
- તેજસ વિદ્યાલય
- વિદ્યા વિકાસ
- સી.એચ. વિદ્યાલય
- નૂતન વિદ્યાલય
- દુર્ગા વિદ્યાલય
- બરોડા હાઈસ્કૂલ, વડીવાડી
- અંધજન શાળા
- ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.