સ્ટ્રોબેરી અથવાતો 'ગાર્ડન સ્ટ્રોબેરી (વૈજ્ઞાનિક નામ:ફ્રેગારિયા × અનાનસા) એક સંકરીત ફળ છે જેને સમગ્ર વિશ્વમાં તેના ફળ મેળવવા માટે ઉગાડવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ આ ફળ એક બેરી હોતાં મહદંશે એક સાધન(???) ફળ છે. આ ફળ સુગંધ, સોડમ, લાલ ચટ્ટક રંગ, રસાળ સપાટી અને મીઠાશ માટે પ્રખ્યાત છે. આને યાતો ફળ તરીકે અથવા તો જ્યુસ, પાઈ, આઈસક્રીમ, મિલ્કશેક વગેરે જેવી અન્ય વાનગીઓની બનાવટમાં વાપરવામાં આવે છે. સ્ટ્રોબેરીની કૃત્રીમ રીતે બનાવેલી સુગંધ (એસેન્સ) પણ ઘણા ખોરાકમાં વપરાય છે.

Quick Facts Garden strawberry Fragaria × ananassa, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
Garden strawberry
Fragaria × ananassa
Thumb
હાઇડ્રોપોનિક પદ્ધતિથી સ્ટ્રેઓબેરીની ખેતી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પ
(unranked): દ્વિદળી
(unranked): રોઝીડ્સ
Order: રોઝેલ્સ
Family: રોઝેસી
Subfamily: રોઝોઇડી
Genus: ફ્રેગારિયા (Fragaria)
Species: x અનાનસા (F. × ananassa)
દ્વિનામી નામ
ફ્રેગારિયા x અનાનસા (Fragaria × ananassa)
ડચિસ્ન (Antoine Nicolas Duchesne)
બંધ કરો

સૌ પ્રથમ વખત બગીચાની સ્ટ્રોબેરીનું સંકરણ એમીડી-ફ્રાન્કોઇસ ફ્રેઝિયરે ૧૭૫૦માં ફ્રાન્સના બ્રિટની ખાતે કર્યું હતું. આ માટે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાંથી લાવવામાં આવેલી જાતી ફ્રેગારિયા વર્ગેન્સિસ અને ચીલીથી લાવેલી ફ્રેગારિયા ચિલોએન્સિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[1]

વ્યાવસાયીક ખેતીના પાક તરીકે ફ્રેગારિયા × અનાનાસાની વિવિધ વેરાયટીઓનો ઉપયોગ થવાને કારણે સ્ટ્રોબેરીના સૌપ્રથમ પ્રકાર વુડલેંડ સ્ટ્રોબેરી, કે જેની ખેતી ૧૭મી સદીમાં પહેલવહેલી કરવામાં આવી હતી તેની ખેતી લગભગ નહિવત થઈ ગઈ છે.[2].

બાહ્યાકારવિદ્યાની દ્રષ્ટિએ આ એક સાધન(???) ફળ (aggregate accessory) છે કેમકે તેનો ગર અંડાશયમાંથી નહી પણ અંડાશયને ધારણ કરતા ભાગમાંથી બને છે.[3] તેનું દરેક દૃશ્યમાન બીજ (અનાવૃત ફળ) જે ફળની બહારની સપાટી પર દેખાય છે તે ખરેખરતો એક પુષ્પનું અંડાશય છે જેની અંદર બીજ હોય છે[3]. રસોઈ અને વનસ્પતિશાસ્ત્ર બંનેમાં આ સંયુક્ત સંરચનાને ફળ ગણાય છે.[3]

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.