ઋગ્વેદ
પ્રાચીન ભારતીય ધાર્મિક ગ્રંથ From Wikipedia, the free encyclopedia
Remove ads
ઋગ્વેદ (સંસ્કૃત: ऋग्वेद:) એ વિશ્વનો સૌથી પ્રાચીનતમ ધાર્મિક ગ્રંથ છે આથી તેને ‘માનવજાતિના પ્રથમ વિધાન’ તરીકે ઓળખાય છે. તેનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) મનાય છે. આ ગ્રંથ ભારતીય પ્રાચીન વૈદિક ઋષિકુળો દ્વારા રચાયેલ સંસ્કૃત ઋચાઓનું સંકલન છે જે બલિના સમયે અથવા અન્ય પારંપરિક પ્રથાઓ સમયે ભાવપૂર્વક ગાવામાં આવતી હતી. ઋગ્વેદમાં ૧૦૧૭ (વાલખિલ્ય પાઠના ૧૧ સૂક્તોં સહિત કુલ ૧૦૨૮) સૂક્ત છે જે ૧૦ મંડળોમાં વિભાજીત છે. એક મત પ્રમાણે પ્રથમ અને દસમું મડળ બાદમાં જોડવામાં આવેલું છે કારણ કે તેની ભાષા અન્ય આઠ સૂક્તોથી અલગ છે. દસમા મંડળમાં પ્રસિદ્ધ પુરુષસૂક્તનો સમાવેશ થાય છે જેના અનુસાર ચાર વર્ણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા ક્ષુદ્ર) આદિ પુરુષ બ્રહ્માના ક્રમશ મુખ, ભુજાઓ, જંઘાઓ તથા ચરણોમાંથી ઉત્પન થયેલ છે.[૧] ઋગ્વેદમાં આપેલ કુલ સ્ત્રોતની સંખ્યા ૧૦,૫૫૨ છે.

Remove ads
ઋગ્વેદના અગ્નિ સૂત્રો
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads