કૃષિ યુનિવર્સિટી, નવસારી
ગુજરાતમાં આવેલ ભારતની એક યુનિવર્સિટી From Wikipedia, the free encyclopedia
Remove ads
કૃષિ યુનિવર્સિટી, નવસારી એ ખેતીવાડીલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓનું વ્યવસ્થાપન કરતી વિદ્યાપીઠ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના મુખ્ય મથક નવસારી શહેરમાં એરુ ચાર રસ્તા નજીક ખાતે એક વિશાળ સંકુલમાં આવેલી છે. આ યુનિવર્સિટીનું સંચાલન મે, ૨૦૦૪ સુધી ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હતું. આ સંસ્થા હેઠળ કૃષિ, કૃષિલક્ષી ધંધાકીય વ્યવસ્થાપન (એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ), બાગાયત (હોર્ટિકલ્ચર), એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અને વનસંવર્ધન (ફોરેસ્ટ્રી)ને લગતા અભ્યાસક્રમોના શિક્ષણનું સંચાલન કરવામાં આવે છે. આ યુનિવર્સિટી વિશેષ કરીને કૃષિ, બાગાયત, વનસંવર્ધન તેમજ મત્સ્યસંવર્ધન જેવા વિષયોનું ઉચ્ચ શિક્ષણ (સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષા) આપવાની તમામ સવલતો પૂરી પાડે છે. આ સંસ્થાનો હેતુ લોકોને ઉચ્ચ શિક્ષણ આપવાનો તેમ જ તેમને કૃષિને લગતા અદ્યતન જ્ઞાન પૂરું પાડવાનો છે.

Remove ads
શૈક્ષેણીક વિભાગો
- કૃષિ વિભાગ (ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચર)
- બાગાયત અને વનસંવર્ધન વિભાગ (ફેકલ્ટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી)
- કૃષિલક્ષી ધંધાકીય વ્યવસ્થાપન વિભાગ (ફેકલ્ટી ઓફ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ)
- એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ
બાહ્ય કડીઓ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads