પાલનપુર રજવાડું
બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક રજવાડું From Wikipedia, the free encyclopedia
Remove ads
પાલનપુર રજવાડું બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક રજવાડું હતું. પાલનપુર રજવાડું તેના નવાબને વંશપરંપરાગત મળતી ૧૩ તોપોની સલામી વાળું રાજ્ય હતું. તે પાલનપુર એજન્સીનું મુખ્ય રાજ્ય હતું. ઇસ ૧૮૦૯-૧૭માં પાલનપુર રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. પાલનપુર શહેર તેનું પાટનગર હતું.
Remove ads
ભૂગોળ
૧૯૦૧માં રાજ્યનો વિસ્તાર ૧૭૬૬ કિમી² (૬૮૨ માઇલ²) અને વસતિ ૨,૨૨,૬૨૭ હતી. એ વર્ષમાં પાલનપુર શહેરની વસતિ માત્ર ૮,૦૦૦ લોકોની હતી. રાજ્યની આવક દર વર્ષે અંદાજીત ૫૦,૦૦૦ રૂપિયા હતી.
પાલનપુર રજવાડું રાજપૂતાના-માળવા રેલ્વે લાઇન પર આવેલું હતું અને ડીસામાં બ્રિટિશ લશ્કરી છાવણી ધરાવતું હતું. ઘઉં, ચોખા અને શેરડી મુખ્ય પાકો હતા. સાબરમતી નદીના કારણે ઉત્તર ભાગમાં ગાઢ જંગલો આવેલા હતા (હાલમાં જેસોર અભયારણ્ય) પણ દક્ષિણ અને પૂર્વમાં સપાટ મેદાનો હતા. અરવલ્લી પર્વતમાળાને કારણે મોટાભાગનો વિસ્તાર ઉંચાઇ વાળો હતો. ૧૯૪૦માં પાલનપુર રજવાડાની વસ્તી ૩,૧૫,૮૫૫ લોકોની હતી.[૧]
Remove ads
ઇતિહાસ
વાયકા મુજબ પાલનપુર રજવાડાની સ્થાપના ૧૩૭૦માં થઇ હતી[૨] અને જાલોરી વંશની લોહાની પુશ્તુ જાતિ વડે શાસન કરાયું હતું. આ વંશના ઇતિહાસ મુજબ તેઓ બિહારમાં ૧૨મી સદીમાં સ્થાયી થયા હતા અને ત્યાં સુલ્તાન તરીકે રાજ કર્યું હતું. પાલનપુર ઘરાનાનો સ્થાપક મલિક ખુર્રમ ખાન બિહાર છોડીને માંડોરના વિશાલદેવની સેવામાં ૧૪મી સદીના પાછલા ભાગમાં આવ્યો હતો. જાલોર અથવા સોનગઢના સુબા તરીકે નિમાયા બાદ તેણે માંડોરના રાજવીના મૃત્યુ બાદ સર્જાયેલી અંધાધૂંધીનો ફાયદો ઉઠાવીને તેણે આ પ્રદેશને પોતાના હક્ક નીચે લઇ લીધો;[૩] તેના કુટુંબની એક બહેન મુગલ શાસક અકબરને પરણી અને તેઓએ પાલનપુર અને આજુબાજુના પ્રદેશો દહેજમાં મેળવ્યા હતા. આ કુટુંબ ૧૮મી સદીની શરૂઆતમાં ઔરંગઝેબના મૃત્યુ બાદ સર્જાયેલી અરાજકતા સમયે ઐતહાસિક રીતે મહત્વનું બન્યું હતું. ત્યારબાદ મરાઠાઓએ પાલનપુરનો કબ્જો મેળવ્યો. લોહાનીઓએ આ સમયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મદદ કરવા જણાવી અને તેઓ ૧૮૧૭માં સંધિ કરીને બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યા. પાલનપુર રજવાડાનું ભારતમાં વિલિનિકરણ ૧૯૪૯માં થયું હતું.[૪]
શાસકો


પાલનપુર રિયાસતના શાસકો જાલોરી વંશના લોહાની પઠાણ હતા.[૫]
દિવાનો
- ૧૬૮૮ - ૧૭૦૪ ફિરુઝ કમાલ ખાન (બીજી વખત)
- ૧૭૦૪ - ૧૭૦૮ કમાલ ખાન (જ. ૧૬... - મૃ. ૧૭૦૮)
- ૧૭૦૮ - ૧૭૧૯ ફિરુઝ ખાન દ્વિતિય (જ. ... - મૃ. ૧૭૧૯)
- ૧૭૧૯ - ૧૭૩૨ કરિમ દાદ ખાન (જ. ... - મૃ. ૧૭૩૨)
- ૧૭૩૨ - ૧૭૪૩ પહાર ખાન દ્વિતિય (જ. ... - મૃ. ૧૭૪૩)
- ૧૭૪૩ - ૧૭૬૮ બહાદુર ખાન (જ. ... - મૃ. ૧૭૬૮)
- ૧૭૬૮ - ૧૭૮૧ સલિમ ખાન પ્રથમ (જ. ... - મૃ. ૧૭૮૧)
- ૧૭૮૧ - ૧૭૮૮ શિર ખાન (જ. ... - મૃ. ૧૭૮૮)
- ૧૭૮૮ - ૧૭૯૩ મુબારિઝ ખાન દ્વિતિય
- ૧૭૯૩ - ૧૭૯૪ શમશીર ખાન
- ૧૭૯૪ - ૧૮૧૨ ફિરુઝ ખાન તૃતિય (જ. ૧૭.. - મૃ. ૧૮૧૨)
- ૧૮૧૨ - ૧૮૧૩ ફતેહ મહમદ ખાન (પ્રથમ વખત) (જ. ૧૭૯૯ - મૃ. ૧૮૫૪)
- ૧૮૧૩ - ૨૨ ડિસેમ્બર ૧૮૧૩ શમશીર મહમદ ખાન (જ. ... - મૃ. ૧૮૩૪) (પછી ૧૦ ઓક્ટોબર ૧૮૧૭ થી ગાદી વારસની સંભાળ લેનાર)
- ૨૨ ડિસેમ્બર ૧૮૧૩ - ૧૧ જુલાઇ ૧૮૫૪ ફતેહ મહમદ ખાન (બીજી વખત) (સ.અ.)
- ૧૧ જુલાઇ ૧૮૫૪ - ૨૮ ઓગસ્ટ ૧૮૭૮ જોરાવર ખાન (જ. ૧૮૨૨ - મૃ. ૧૮૭૮)
- ૨૮ ઓગસ્ટ ૧૮૭૮ - ૧૯૧૦ જોબદાત અલ-મલિક શીર મહમદ ખાન (જ. ૧૮૫૨ - મૃ. ૧૯૧૮)
નવાબ સાહેબો
- ૧૯૧૦ - ૨૮ સપ્ટેમ્બર ૧૯૧૮ અલ-મલિક શીર મહમદ ખાન (સ.અ.)
- ૨૮ સપ્ટેમ્બર ૧૯૧૮ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અલ-મલિક શીર તાલે મહમદ ખાન (જ. ૧૮૮૩ - મૃ. ૧૯૫૭)
Remove ads
આ પણ જુઓ
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads