રામનારાયણ પાઠક
ગુજરાતી લેખક From Wikipedia, the free encyclopedia
Remove ads
રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફ, શેષ, સ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો અને તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો કર્યા હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો.
![]() | આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૨૦૧૬)
|
Remove ads
જીવન

તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ગણોલ ગામમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં તેમાં તેમનો જીવ ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.
Remove ads
અંગત જીવન
તેમના બીજા લગ્ન હીરા પાઠક સાથે થયેલા, જેઓ કવિયત્રી અને વિવેચક હતા. તેમને કોઇ સંતાન નહોતું. હીરા પાઠકે તેમના અવસાન પામેલા પતિ રામનારાયણને સંબોધીને લખેલ કવિતાનો સંગ્રહ પરલોકે પત્ર (૧૯૭૮) પ્રકાશિત કર્યો હતો. તેમણે અત્યંત પ્રશસ્તિ પામેલા વિવેચન ગ્રંથો આપણું વિવેચનસાહિત્ય અને કાવ્યાનુભવ પણ લખ્યા હતા.[૧][૨]
સર્જન
વિવેચન ગ્રંથો
- અર્વાચીન ગુજરાતી કાવ્યસાહીત્ય (૧૯૩૩)
- નર્મદાશંકર કવિ (૧૯૩૬)
- અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો (૧૯૩૮)
- કાવ્ય ની શક્તિ (૧૯૩૯)
- સાહિત્યવિમર્શ (૧૯૩૯)
- નર્મદ : અર્વાચીન ગધ્યપધ્યનો આધ્ય પ્રણેતા (૧૯૪૫)
- સાહિત્યલોક (૧૯૫૪)
- નભોવિહાર (૧૯૬૧)
- આકલન (૧૯૬૪)
- કાવ્યપરિશીલન (૧૯૬૫), નગિનદાસ પારેખ સાથે
- શરદ્સમિક્શા (૧૯૮૦)
વાર્તાસંગ્રહો
- દ્વિરેફ ની વાતો – ૧ (૧૯૨૮)
- દ્વિરેફ ની વાતો – ૨ (૧૯૩૫)
- દ્વિરેફ ની વાતો – ૩ (૧૯૪૨)
- ચુંબન અને બીજી વાતો (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪) આ એક યુરોપિયન વાર્તાનો અનુવાદ છે.
વાર્તાઓ
- મુકુન્દરાય
- રજ્નું ગજ
- ખેમી
- બુદ્વીવિજય
- સૌભાગ્યવતી
- જમનાનું પૂર
- કમાલ જમાલની વાર્તા
નાટ્યસંગ્રહ
- ફુલાંગાર અને બીજી કૃતિઓ (૧૯૫૯)
કાવ્યસંગ્રહ
- રાણક્દેવી (૧૯૨૧) તેમણે “જાત્રાળુ” ઉપનામથી આ એક્માત્ર કાવ્ય લખ્યું હતુ.
- શેષનાં કાવ્યો (૧૯૩૮)
- વિશેષ કાવ્યો (૧૯૫૯) રા. વિ. પાઠક નો મર્ણોપરાંત કાવ્યસંગ્રહ
પિંગળગ્રંથો
- પ્રાચીન ગુજરાતી છંદો
- બૃહદપિંગળ (૧૯૫૫)
- મધ્યમ પિંગળ (આ ગ્રંથ મૃત્યુના કારણે અધુરો રહ્યો હતો)
નિબંધસંગ્રહ
તેમણે નીચેના હળવા નિબંધો લખ્યાં છે.
- સ્વૈરવિહાર – ૧ (૧૯૩૧)
- સ્વૈરવિહાર – ૨ (૧૯૩૭)
મનોવિહાર (૧૯૫૬) માં ગંભીર નિબંધો આપેલા છે.
સન્માન
ઉમાશંકર જોષી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે.[૩] તેમની ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ (૧૯૪૦) માટે તેમને ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૩][૪]
અવસાન
૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ ના રોજ પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.
પૂરક વાચન
- પાઠક, જયંત (૨૦૦૭). રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચક). સાહિત્ય-સર્જક શ્રેણી (2nd આવૃત્તિ). અમદાવાદ: આદર્શ પ્રકાશન. ISBN 978-81-904605-5-2.
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads