લિપ વર્ષ

From Wikipedia, the free encyclopedia

Remove ads

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે. ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ હોય છે,પરંતુ દર ૪ વર્ષે આવતા લિપ વર્ષ દરમ્યાન ૨૯ દિવસ હોય છે. જે વર્ષનો ચાર વડે નિ:શેષ ભાગાકાર કરી શકાય તે વર્ષને લિપ વર્ષ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ ૧૯૯૨, ૧૯૯૬, ૨૦૦૦, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૬ વગેરે વર્ષને લિપ વર્ષ કહે છે.

વર્ષના ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

Remove ads

કારણ

પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવા માટે ૩૬૫ દિવસો નહી પણ ૩૬૫ અને ૧/૪ એટલે કે લગભગ ૩૬૫ અને વધારાનો પા દિવસ લાગે છે. આવા પા ભાગની ગણતરી અગવડ ભરેલી છે. દર ચાર વર્ષે આવા ૪ પા ભાગને જોડીને એક દિવસ વધુ જોડી પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય છે. એમ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ થઇ શકે છે.

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads