કલા (અંગ્રેજી: આર્ટ) શબ્દ એટલો વ્યાપક છે કે વિભિન્ન વિદ્વાનોએ કરેલી પરિભાષાઓ કેવળ એક વિશેષ પક્ષને જ સ્પર્શીને રહી જાય છે. કલાનો અર્થ હજુ સુધી નિશ્ચિત નથી થઇ શક્યો, પરંતુ એની હજારો પરિભાષાઓ કરવામાં આવેલી છે. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી જ ક્રિયાઓને કહેવાય છે, જેમાં કૌશલ્ય અપેક્ષિત હોય. યુરોપીય શાસ્ત્રીઓએ પણ કલામાં કૌશલ્યને મહત્વપૂર્ણ માને છે.

ઇતિહાસ

કલા શબ્દનો પ્રયોગ કદાચ સૌથી પહેલાં ભરતના "નાટ્યશાસ્ત્ર"માં જ થયો હોય એમ મળી આવે છે. પછીથી વાત્સ્યાયન અને ઉશનસ જેવા ઋષિઓએ ક્રમશ: પોતાના ગ્રંથ "કામસૂત્ર" તેમ જ "શુક્રનીતિ"માં કલાનું વર્ણન કર્યું હતું.

"કામસૂત્ર", "શુક્રનીતિ", જૈન ગ્રંથ "પ્રબંધકોશ", "કલાવિલાસ", "લલિતવિસ્તર" ઇત્યાદિ બધા ભારતીય ગ્રંથોમાં કલાનું વર્ણન પ્રાપ્ત થાય છે. અધિકતર ગ્રંથોમાં કલાઓની સંખ્યા ૬૪ જેટલી છે એવું માનવામાં આવેલું છે. "પ્રબંધકોશ" ઇત્યાદિમાં ૭૨ કલાઓની સૂચી મળી આવે છે. "લલિતવિસ્તર"માં ૮૬ કલાઓનાં નામ ગણાવવામાં આવેલાં છે. પ્રસિદ્ધ કાશ્મીરી પંડિત ક્ષેમેંદ્રે પોતાના ગ્રંથ "કલાવિલાસ"માં સૌથી અધિક સંખ્યામાં કલાઓનું વર્ણન કર્યું છે. એમાં ૬૪ જનોપયોગી, ૩૨ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, સંબંધી, ૩૨ માત્સર્ય-શીલ-પ્રભાવમાન સંબંધી, ૬૪ સ્વચ્છકારિતા સંબંધી, ૬૪ વેશ્યાઓ સંબંધી, ૧૦ ભેષજ, ૧૬ કાયસ્થ તથા ૧૦૦ સાર કલાઓની ચર્ચા છે. સૌથી અધિક પ્રમાણિક સૂચી "કામસૂત્ર"માં આપવામાં આવેલી છે.

યુરોપીય સાહિત્યમાં પણ કલા શબ્દનો પ્રયોગ શારીરિક કે માનસિક કૌશલ માટે જ અધિકતર થયેલો જોવા મળે છે. ત્યાં આગળ પ્રકૃતિ અને કલાનું કાર્ય ભિન્ન છે એવું માનવામાં આવે છે. કલાનો અર્થ છે રચના કરવી અર્થાત્ રચના કૃત્રિમ હોય છે. પ્રાકૃતિક સૃષ્ટિ અને કલા બન્ને ભિન્ન વસ્તુઓ છે. કલા એવા કાર્યમાં હોય જે મનુષ્ય કરે છે. કલા અને વિજ્ઞાનમાં પણ અંતર રાખવામાં આવે છે. વિજ્ઞાનમાં જ્ઞાનનું પ્રાધાન્ય હોય છે, કલામાં કૌશલપૂર્ણ માનવીય કાર્યને કલાની સંજ્ઞા આપવામાં આવે છે. કૌશલવિહીન અથવા ખરાબ ઢંગથી કરવામાં આવેલા કાર્યોને કલામાં સ્થાન આપવામાં આવતું નથી.

ભારતીય ચિંતકોના મત મુજબ કલાઓની સૂચી

કામસૂત્ર મુજબ

"કામસૂત્ર" અનુસાર ૬૪ કલાઓ નિમ્નલિખિત છે:

(1) ગાયન, (2) વાદન, (3) નર્તન, (4) નાટય, (5) આલેખ્ય (ચિત્રકલા અને લખાણ), (6) વિશેષક (મુખાદિ પર પત્રલેખન), (7)ચોકમા રંગ પૂરણી, અલ્પના, (8) પુષ્પશય્યા બનાવવી, (9) અંગરાગાદિલેપન, (10) પચ્ચીકારી, (11) શયન રચના, (12) જલતંરગ વાદન (ઉદક વાદ્ય), (13) જલક્રીડ઼ા, જલાઘાત, (14)શ્રુંગાર્ (મેકઅપ), (15) માલા ગૂઁથન, (16) મુંગટ રચના , (17) વેશ પરીવર્તન, (18) કર્ણાભૂષણ રચના, (19) અત્તર યાદિ સુગંધદ્રવ્ય બનાવટ, (20) આભૂષણધારણ, (21) જાદૂગરી, ઇંદ્રજાળ, (22) અરમણીય ને રમણીય બનાવવુ, (23) હાથ ની સફાઈ (હસ્તલાઘવ), (24) રસોઈ કાર્ય, પાક કલા, (25) આપાનક (શર્બત બનાવવુ), (26) સૂચીકર્મ, સિલાઈ, (27) કલાબત્, (28) કોયડા ઉકેલ, (29) અંત્યાક્ષરી, (30) બુઝૌવલ, (31) પુસ્તકવાચન, (32) કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન, (33) કાવ્ય-સમસ્યા-પૂર્તિ, (34) વેણી બનાવવી, (35) સૂત્તર બનાવટ, તુર્ક કર્મ, (36) કંદોઇ કામ, (37) વાસ્તુકલા, (38) રત્નપરીક્ષા, (39) ધાતુકર્મ, (40) રત્નોં ની રંગપરીક્ષા, (41) આકર જ્ઞાન, (42) બાગવાની, ઉપવનવિનોદ, (43) મેઢ઼ા, પક્ષી આદિની લડાઈ, (44) પક્ષીઓને બોલતા શીખવવુ, (45) માલિશ કરવુ, (46) કેશ-માર્જન-કૌશલ, (47) ગુપ્ત-ભાષા-જ્ઞાન, (48) વિદેશી કલાઓ નુ જ્ઞાન, (49) દેશી ભાષાઓં નુ જ્ઞાન, (50) ભવિષ્યકથન, (51) કઠપુતલી નર્તન, (52) કઠપુતલી ના ખેલ, (53) સુનકર દોહરા દેના, (54) આશુકાવ્ય ક્રિયા, (55) ભાવ બદલીને કેહવુ (56) છલ કપટ, છલિક યોગ, છલિક નૃત્ય, (57) અભિધાન, કોશજ્ઞાન, (58) મહોરુ બનાવવુ (વસ્ત્રગોપન), (59) દ્યૂતવિદ્યા, (60) રસ્સાકશી, આકર્ષણ ક્રીડ઼ા, (61) બાલક્રીડા કર્મ, (62) શિષ્ટાચાર, (63) વશીકરણ અને (64) વ્યાયામ૤

શુક્રનીતિ અનુસાર

"શુક્રનીતિ" અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, છતાં પણ સમાજમાં અતિ પ્રચલિત ૬૪ કલાઓનો આ નીતિમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. "શુક્રનીતિ" અનુસાર આ ૬૪ કલાની ગણના આ પ્રકારે કરવામાં આવેલી છે:

(૧) નર્તન (નૃત્ય), (૨) વાદન, (૩) વસ્ત્રસજ્જા, (૪) રૂપપરિવર્તન, (૫) શૈય્યા સજાવટ, (૬) દ્યૂત ક્રીડા, (૭) સાસન રતિજ્ઞાન, (૮) મદ્ય બનાવટ અને એને સુવાસિત કરવાની કલા, (૯) શલ્ય ક્રિયા, (૧૦) પાક શાસ્ત્ર, (૧૧) બાગકામ, (૧૨) પાષાણ, ધાતુ આદિમાંથી ભસ્મ બનાવવાની કલા, (૧૩) મિઠાઈ બનાવટ, (૧૪) ધાત્વોષધિ બનાવટ, (૧૫) મિશ્ર ધાતુઓનું પૃથક્કરણ, (૧૬) ધાતુમિશ્રણ, (૧૭) નમક બનાવટ, (૧૮) શસ્ત્રસંચાલન, (૧૯) કુસ્તી (મલ્લયુદ્ધ), (૨૦) લક્ષ્યવેધ, (૨૧) વાદ્યસંકેત દ્વારા વ્યૂહરચના, (૨૨) ગજાદિ દ્વારા યુદ્ધકર્મ, (૨૩) વિવિધ મુદ્રાઓ દ્વારા દેવપૂજન, (૨૪) સારથીપણું, (૨૫) ગજાદિની ગતિશિક્ષા, (૨૬) વાસણ બનાવટ, (૨૭) ચિત્રકલા, (૨૮) તળાવ, મહેલ વગેરેના નિર્માણ માટે ભૂમિ તૈયાર કરવાની કલા, (૨૯) ઘંટાદિ દ્વારા વાદન, (૩૦) રંગસાજી, (૩૧) વરાળના પ્રયોગ-જલવાટવગ્નિ સંયોગનિરોધૈ: ક્રિયા, (૩૨) નૌકા, રથાદિ વાહનોનું જ્ઞાન, (૩૩) યજ્ઞ માટેની દોરી બટાવવાનું જ્ઞાન, (૩૪) કાપડ વણાટ, (૩૫) રત્નપરીક્ષણ, (૩૬) સ્વર્ણપરીક્ષણ, (૩૭) કૃત્રિમ ધાતુ બનાવવી, (૩૮) આભૂષણ ઘડવાની કલા, (૩૯) કલાઈ કરવાની કલા, (૪૦) ચર્મકાર્ય, (૪૧) ચામડું ઉતારવાની કલા, (૪૨) દૂધના વિભિન્ન પ્રયોગ, (૪૩) ચોલી વગેરે સીવવાની કલા, (૪૪) તરણ, (૪૫) વાસણ માંજવાની કલા, (૪૬) વસ્ત્રપ્રક્ષાલન (સંભવત: કપડાં ધોવાની તેમ જ ઇસ્ત્રી કરવાની કલા), (૪૭) ક્ષારકર્મ, (૪૮) તેલ બનાવટ, (૪૯) કૃષિકાર્ય, (૫૦) વૃક્ષારોહણ, (૫૧) સેવાકાર્ય, (૫૨) ટોપલી બનાવવાની કલા, (૫૩) કાચના વાસણ બનાવવા, (૫૪) ખેત સીંચાઇ, (૫૫) ધાતુના શસ્ત્ર બનાવવાની કલા, (૫૬) જીન, કાઠી અથવા હૌદા બનાવવાની કલા, (૫૭) શિશુપાલન, (૫૮) દંડકાર્ય, (૫૯) સુલેખન, (૬૦) તાંબૂલરક્ષણ, (૬૧) કલામર્મજ્ઞતા, (૬૨) નટકર્મ, (૬૩) કલાશિક્ષણ, ઔર (૬૪) સાધનાની ક્રિયા.

અન્ય

વાત્સ્યાયન ઋષિએ લખેલા "કામસૂત્ર"ની વ્યાખ્યા કરતાં જયમંગલે બે પ્રકારની કલાઓનો ઉલ્લેખ કર્યો છે. (1) કામશાસ્ત્ર સાથે સંબંધિત કલાઓ, (2) તંત્ર સંબંધી કલાઓ. બંન્ને પ્રકારની અલગ-અલગ સંખ્યા ૬૪ જેટલી થાય છે. કામશાસ્ત્રની કલાઓ ૨૪ જેટલી છે, જેનો સંબંધ કામક્રીડાનાં આસનો સાથે છે, ૨૦ દ્યૂત સંબંધી, ૧૬ કામસુખ સંબંધી તેમ જ ૪ ઉચ્ચતર કલાઓ એમ કુલ ૬૪ મુખ્ય કલાઓ છે. આ ઉપરાંત વધારાની સાધારણ કલાઓ પણ દર્શાવવામાં આવી છે.

પ્રગટ છે કે આ કલાઓમાંથી ખૂબ ઓછી કલાઓનો સંબંધ લલિત કલા અથવા ફ઼ાઇન આર્ટ્સ સાથે જોવા મળે છે. લલિત કલા – અર્થાત ચિત્રકલા, મૂર્તિકલા આદિના પ્રસંગ એનાથી ભિન્ન તેમ જ સૌંદર્યશાસ્ત્ર સાથે સંબંધિત છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.