વઘઇ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
વઘઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લામાં આવેલું નગર અને વઘઇ તાલુકાનું મુખ્ય મથક છે. વઘઇ ડાંગ જિલ્લાનું પશ્ચિમ દિશાનું પ્રવેશદ્વાર ગણાય છે.
Quick Facts વઘઇ, દેશ ...
વઘઇ | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 20°46′N 73°29′E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
સરકાર | |
• પ્રકાર | તાલુકા પંચાયત |
• માળખું | વઘઇ તાલુકા પંચાયત |
વસ્તી | |
• કુલ | ૧૦૦૦૦ |
પિનકોડ | ૩૯૪૭૩૦ |
વિધાન સભા વિસ્તાર | ડાંગ |
લોક સભા વિસ્તાર | વલસાડ |
બંધ કરો
વઘઇ રેલ્વે માર્ગે સરા લાઇન નામથી જાણીતી નેરોગેજ રેલ્વે દ્વારા બીલીમોરા જંકશન સાથે જોડાયેલ છે. વઘઇ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ ચિખલી સાથે રાજ્ય ધોરી માર્ગથી જોડાયેલ છે. આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે વઘઇ ખાતે નાના પાયે બજાર પણ વિકસિત થયેલું છે. ઇમારતી લાકડાના વેપારમથક તેમ જ ડાંગ વિસ્તારના લોકોની જરૂરી દરેક ચીજ-વસ્તુઓ માટેના વેપારમથક તરીકે વઘઇ જાણીતું છે. સાપુતારા, નાસિક, શિરડી, આહવા, શબરી ધામ, સપ્તશૃંગી ગઢ, મહાલ, ગિરા ધોધ જેવાં ધાર્મિક તેમ જ પર્યટન સ્થળોની મુલાકાતે જનારા મુસાફરો વઘઇ થઇને જતા હોવાથી અહીં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.