સરા લાઇન
દક્ષિણ ગુજરાતમાં નેરોગેજ રેલ્વે લાઈન / From Wikipedia, the free encyclopedia
સરા લાઇન દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા શહેર અને ડાંગ જિલ્લાના વઘઇ ગામ વચ્ચે કાર્યરત નેરોગેજ રેલ્વે સેવા છે. આ રેલ્વેની સ્થાપના ડાંગ જિલ્લામાંથી ઇમારતી લાકડાં લાવવાના હેતુથી કરવામાં આવી હતી.
આ રેલ્વે વાંસદા તાલુકાના સરા ગામમાંથી પસાર થતી હોઇ સરા લાઇન તરીકે ઓળખાય છે.