ગણદેવી તાલુકો
ગુજરાતના નવસારી જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
ગણદેવી તાલુકો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનો તાલુકો છે. ગણદેવી આ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ગણદેવી તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
મુખ્ય મથક | ગણદેવી |
વસ્તી | ૨,૪૯,૨૬૪[1] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૭૦ ♂/♀ |
સાક્ષરતા | ૯૦.૦૧% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
બંધ કરો
ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ કેસલી, ધમડાછા, અજરાઈ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલીયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ વગેરે ગામો આવેલાં છે. અંબિકા, કાવેરી નદી, ખરેરા નદી તેમ જ વેંગણીયા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ, કેળાંની ખેતી થાય છે, જે પૈકી અહીંની હાફુસ કેરી અને ચીકુ પ્રસિદ્ધ છે.