ગુજરાતના મુખ્યમંત્રીઓ
From Wikipedia, the free encyclopedia
ગુજરાતના મુખ્યમંત્રી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની સરકારના વડા છે. ભારતના બંધારણ મુજબ મુખ્યમંત્રી રાજ્ય હેઠળ આવતી બધી સત્તાના વડા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતના રાજ્યપાલ સામાન્ય રીતે બહુમતી ધરાવતા પક્ષ (કે ગઠબંધન)ને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે, જેમનું મંત્રીમંડળ વિધાનસભાને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. વિશ્વાસનો મત હોય તો, મુખ્યમંત્રીનો એક કાર્યકાળ ૫ વર્ષ હોય છે, કુલ કાર્યકાળની કોઇ મર્યાદા નથી.[2]
ના ગુજરાતના મુખ્યમંત્રી | |
---|---|
માનદ્ | માનનીય |
સ્થિતિ | સરકારના વડા |
ટૂંકાક્ષરો | CM |
સભ્ય | ગુજરાત વિધાનસભા |
નિવાસસ્થાન | બંગલા નં ૨૬, મિનિસ્ટર્સ એન્કલેવ, સેક્ટર-૨૦, ગાંધીનગર |
નિમણૂક | ગુજરાત સરકાર |
પદ અવધિ | ૫ વર્ષો[1] કોઇ મર્યાદા નહી |
પ્રારંભિક પદધારક | ડો. જીવરાજ નારાયણ મહેતા |
સ્થાપના | ૧ મે ૧૯૬૦ |
Deputy | ખાલી |
૧ મે ૧૯૬૦ના રોજ રચવામાં આવેલા ગુજરાત રાજ્યમાં ૧૬ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જેમાંના ઘણાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છે, જેમાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનો સમાવેશ થાય છે. રાજ્યના સૌથી લાંબો સમય કાર્યકાળમાં રહેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓ ૨૦૦૧ના મધ્યભાગથી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા. વડાપ્રધાન તરીકે નિયુક્ત થતા તેમના પક્ષે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ સોંપ્યું અને ૨૨ મે ૨૦૧૪થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ એટલે કે ૧૬મા મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી બન્યા. તેમણે તારીખ ૧૧ સપ્ટેમ્બ૨ ૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી પદે થી રાજીનામું આપ્યું હતું અને ૧૭માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા.