આનંદીબેન પટેલ
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી / From Wikipedia, the free encyclopedia
આનંદીબેન મફતલાલ પટેલ (જન્મ: ૨૧ નવેમ્બર, ૧૯૪૧)[1] ભારતીય રાજકારણી, ઉત્તર પ્રદેશનાં વર્તમાન રાજ્યપાલ, મધ્ય પ્રદેશનાં પૂર્વ રાજ્યપાલ, અને ગુજરાતનાં ભૂતપૂર્વ પરંતુ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે.[2] તેણી ૧૯૮૭થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેણીએ ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.[3]
આનંદીબેન મફતલાલ પટેલ | |
---|---|
આનંદીબેન પટેલ | |
ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ | |
પદ પર | |
Assumed office ૨૯ જુલાઇ ૨૦૧૯ | |
પુરોગામી | ઓમ પ્રકાશ કોહલી |
ગુજરાતના ૧૫મા મુખ્યમંત્રી | |
પદ પર ૨૨ મે ૨૦૧૪ – ૭ ઓગસ્ટ ૨૦૧૬ | |
ગવર્નર | ઓમ પ્રકાશ કોહલી |
પુરોગામી | નરેન્દ્ર મોદી |
અનુગામી | વિજય રૂપાણી |
બેઠક | ઘાટલોડીયા |
ગુજરાત વિધાનસભ્ય | |
પદ પર ૨૦૦૨ – ૨૦૧૭ | |
બેઠક | ઘાટલોડીયા |
ગુજરાત વિધાનસભ્ય | |
પદ પર ૧૯૯૮ – ૨૦૦૨ | |
બેઠક | માંડલ |
સંસદ સભ્ય, રાજ્ય સભા | |
પદ પર ૧૯૯૪ – ૧૯૯૮ | |
અંગત વિગતો | |
જન્મ | આનંદીબેન પટેલ (1941-11-21) 21 November 1941 (ઉંમર 82) ખરોડ, વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો, ગુજરાત, ભારત |
નાગરિકતા | ભારતીય |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | મફતલાલ પટેલ |
સંતાનો | અનાર પટેલ, સંજય પટેલ |
માતા-પિતા | જેઠાભાઇ પટેલ (પિતા) મેનાબેન પટેલ (માતા) |
સગાં-સંબંધીઓ | સંસ્કૃતિ પટેલ, ધરમ પટેલ (પૌત્રી-પૌત્ર) |
નિવાસસ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
વ્યવસાય | રાજકારણી, શિક્ષક |
ખાતાઓ | શિક્ષણ મંત્રી, ઉચ્ચ અને તકનિકી શિક્ષણ, સ્ત્રી અને બાળ કલ્યાણ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ (૧૯૯૮-૨૦૦૭) મહેસૂલ, આપત્તિ પ્રબંધન, માર્ગ અને મકાન બાંધકામ, સ્ત્રી અને બાળ કલ્યાણ (૨૦૦૭-૨૦૧૪) |
વેબસાઈટ | http://www.anandibenpatel.com |
આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેત્રી છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માં રાજ્ય સભાનાં સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યાં. હાલમાં તેઓ એકમાત્ર ગુજરાતના મહિલા ધારાસભ્ય હતાં જે સતત ચાર વખતથી ચૂંટાયા હોય.
૧૯ જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે તેઓ મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા. તેમણે ઓમપ્રકાશ કોહલીનું પદ સંભાળ્યું છે.[4] ૨૦ જુલાઈ ૨૦૧૯ના રોજ તેમની નિમણૂક ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે થઈ હતી.