દાર્જિલિંગ
ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનું એક શહેર / From Wikipedia, the free encyclopedia
દાર્જિલિંગ (બંગાળી: দার্জিলিং, નેપાળી: दार्जीलिंग) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.
દાર્જિલિંગ | |||||||
— નગર — | |||||||
હેપી વેલી ટી એસ્ટેટ પરથી દેખાતું દાર્જિલિંગનું દ્રશ્ય. | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 27°02′N 88°10′E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | પશ્ચિમ બંગાળ | ||||||
જિલ્લો | દાર્જિલિંગ | ||||||
લોકસભા મતવિસ્તાર | દાર્જિલિંગ લોક સભા વિસ્તાર | ||||||
વિધાનસભા મતવિસ્તાર | દાર્જિલિંગ વિધાન સભા વિસ્તાર | ||||||
વસ્તી • ગીચતા |
૧,૦૭,૫૩૦ (૨૦૦૧) • 8,548/km2 (22,139/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | બંગાળી,અંગ્રેજી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
10.58 square kilometres (4.08 sq mi) • 2,050 metres (6,730 ft)[1] | ||||||
કોડ
|
આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં આ દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જિલિંગ જિલ્લાનું આ મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ ૬૭૧૦ ફુટ છે.
આ શહેરનો ઇતિહાસ મધ્ય ઓગણીસમી સદી સુધી જાય છે. શરૂઆતમાં અહીં બ્રિટિશરોએ અહીં એક સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો. ત્યાર બાદ અહીં ચાનું વાવેતર કરવામાં આવ્યું. અહીં વાવતરકારોએ કાળી ચાની સંકર પ્રજાતિઓ અને આથવાની નવી પદ્ધતિઓ વિકસાવી. આને પરિણામે એક ખાસ ચા અસ્તિત્વમં આવી જે આજે દાર્જિલિંગ ચા તરીકે વિશ્વમાં સૌથી પ્રચલિત બની.[2] દાર્જીલીંગ હિમાલયન રેલ્વે આ શહેરને મેદાની પ્રદેશ સાથે જોડે છે. ભારતમાં ચાલુ રહેલ બહુ થોડા વરાળ એંજીન આ રેલ્વેમાં છે. અહીં બ્રિટિશ સ્ટાઈલની શાળાઓ છે જેમાં ભણવા માટે ભારત અને પડોશી દેશોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. બાજુમાં આવેલ કાલિમપોંગ શહેર સાથે મળી ૧૯૮૦ની ગોરખાલેંડનું કેંદ્ર હતી. હાલમાં સક્રીય ગોરખાલેંડનામના અલગ રાજ્યની માંગણીનુમ્ કેંદ્ર પણ દાર્જિલિંગ છે. હાલના વર્ષોમાં વધતા પ્રવાસી ભારને કારણે વધેલી સ્ત્રોતની જરૂરીયાતને કારણે અહીંના નાજુક પર્યાવરણને ખતરો નિર્માણ થયો છે.