તેલુગુ ભાષા

દક્ષિણ ભારતની એક દ્રવિડ ભાષા From Wikipedia, the free encyclopedia

તેલુગુ ભાષા
Remove ads

તેલુગુ []( తెలుగు) એ એક દ્રવિડિયન ભાષા છે જે ભારતીય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુદુચેરી (યનામ)માં તેલુગુ લોકો દ્વારા બોલાય છે. તે હિન્દી, અંગ્રેજી અને બંગાળીની સાથે એક કરતાં વધુ ભારતીય રાજ્યમાં પ્રાથમિક સત્તાવાર ભાષાનું માન ધરાવતી કેટલીક ભાષાઓમાંની એક છે . [] [] આંધ્ર-તેલંગાણાના પાડોશી રાજ્યોમાં નોંધપાત્ર તેલુગુ ભાષાકીય લઘુમતી ધરાવતા લોકો પણ રહે છે. ભારત સરકાર દ્વારા શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મેળવેલ છ ભાષાઓમાંથી આ એક ભાષા છે. [] []

Quick facts તેલુગુ, મૂળ ભાષા ...

૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર તેલુગુ ભારતમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે[] અને વિશ્વમાં પંદરમી સૌથી વધુ બોલાતી ભાષા છે.[] [] તે દ્રવિડિયન ભાષા પરિવારનો સૌથી વ્યાપક સભ્ય છે. [૧૦] ભારતીય પ્રજાસત્તાકની બાવીસ નિર્ધારિત ભાષાઓમાંની તે એક છે . [૧૧] તે યુ. એસ. એ ની સૌથી ઝડપથી વિકસતી ભાષા પણ છે. [૧૨] તેલુગુ ભાષામાં આશરે ૧૦,૦૦૦ પૂર્વ-વસાહતી શિલાલેખો લખવામાં આવ્યા છે. [૧૩]

Remove ads

વ્યુત્પત્તિશાસ્ત્ર

Thumb
ભીમેશ્વરમ
શ્રીસૈલમ
કાલેશ્વરમ
ત્રિ લિંગ ક્ષેત્રના સ્થળો

તેલુગુના ભાષકો તેનો ફક્ત તેલુગુ કહે છે. [૧૪] પ્રાચીન સ્વરૂપોમાં આ ભાષા તેલુંગુ, તેનુંગુ અને તેલિંગા તરીકે ઓળખાતી. [૧૫]

તેલુગુની નામ વ્યુત્પત્તિ બદ્દલ ચોક્ક્સ માહિતી નથી. કેટલાક ઐlતિહાસિક વિદ્વાનો માને છે કે તેલુગુ નામ સંસ્કૃત શબ્દ ત્રિલિંગમ્ - ત્રિલિંગ દેશમ (ત્રણ લિંગોનો દેશ - જુઓ ચિત્ર) પરથી ઉતરી આવ્યું છે.

૧૩ મી સદીમાં અથર્વના આચાર્યએ તેલુગુનું વ્યાકરણ લખ્યું, અને તેને તેમણે ત્રિલીંગ શબ્દાનુસાશન (અથવા ત્રિલિંગાનું વ્યાકરણ) એવું નામ આપ્યું . [૧૬] અપ્પા કવિએ ૧૭ મી સદીમાં સ્પષ્ટ લખ્યું હતું કે તેલુગુ શબ્દ ત્રિલીંગ પરથી ઉદ્ભવ્યો છે. વિદ્વાન ચાર્લ્સ પી. બ્રાઉને એક ટિપ્પણી કરી હતી કે તે એક "વિચિત્ર કલ્પના" છે કારણ કે અપ્પા કવિના પુરોગામીને આવી વ્યુત્પત્તિનું જ્ઞાન નહોતું.

જ્યોર્જ અબ્રાહમ ગ્રિયર્સન અને અન્ય ભાષાશાસ્ત્રીઓ આ વ્યુત્પન્નતા પર શંકા કરે છે, ત્રિલિંગી માન્યતાથી વિપરીત તેમના મતે તેલુગુ જૂનો શબ્દ છે અને ત્રિલીંગાનું પાછળથી સંસ્કૃતિકરણ થયેલું હોવું જોઈએ. [૧૭] જો એમ હોય તો તેલુગુ નામની વ્યુત્પત્તિ ખૂબ જ પ્રાચીન સમયમાં થયેલી હોવી જોઈએ, અને તે ત્રાયગ્લિફમ, ત્રિલિંગમ અને મોડોગલિંગમના પ્રાચીન ગ્રીક સ્ત્રોત પ્રમાણિત શબ્દો પરથી આવેલો હોવો જોઈએ, છેલ્લો શબ્દ "ત્રિલિંગા"નો તેલુગુ શબ્દ ના આદિ શબ્દ તરીકે અર્થઘટન કરી શકાય છે. [૧૮]

એક અન્ય મત અનુસાર તેલુગુ શબ્દ પ્રોટો-દ્રવિડિયન શબ્દ 'તેન' પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ દક્ષિણ એવો થાય છે. [૧૯] તે પરથી દક્ષિણમાં રહેનારા લોકો (સંસ્કૃત પ્રાકૃત બોનારા લોકોના પરીપેક્ષ્યમાં) અને જે રીતે તેલુગુ ભાષામાં 'ન' નું 'લ' થાય છે તેમ 'તેન' નું 'તેલ' થયેલું હોવું જોઈએ.[૨૦][૧૪]

Remove ads

શિલાલેખો

Thumb
Thumb

૧૯૮૫ માં એપિગ્રાફિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ફરજ બજાવતા પ્રખ્યાત જાપાની ઇતિહાસકાર નોબોરુ કરશીમાના મતે, વર્ષ ૧૯૯૬ સુધી થયેલી ગણતરી અનુસાર તેલુગુ ભાષામાં લખેલા લગભગ ૧૦,૦૦૦ શિલાલેખો અસ્તિત્વમાં છે, જે તેને સૌથી વધુ લખાયેલી ભાષાઓમાં સ્થાન આપે છે.[૧૩] તેલુગુ શિલાલેખો આંધ્રપ્રદેશ અને તેલંગાણાના તમામ જિલ્લાઓમાં જોવા મળે છે. [૨૧] [૨૨] [૨૩] આ સિવાય આવા શિલાલેખો કર્ણાટક, તમિલનાડુ, ઑડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળે છે. [૨૪] [૨૫] [૨૬] [૨૭] ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એ. એસ. આઇ) દ્વારા તાજેતરના અંદાજ મુજબ તેલુગુ ભાષામાં શિલાલેખોની સંખ્યા ૧૪,૦૦૦ સુધી જાય છે. [૨૮]

Remove ads

તેલુગુ ભાષીક પ્રદેશની સીમાઓ

આંધ્ર ક્ષેત્રને તેની પોતાની માતૃભાષા તેલુગુ હોવાથી તેલુગુ ભાષા બોલતા લોકોની વસ્તી સાથે સમાંકિત કરવામાં આવ્યો હતો. તેલુગુ ભાષાકીય ક્ષેત્ર અને આંધ્રની ભૌગોલિક સીમાઓ વચ્ચેની સમાનતા અગિયારમી સદીના વર્ણનોમાં પણ બહાર આવી છે. તે લખાણ મુજબ, આંધ્રની સીમા ઉત્તરમાં ઓરિસ્સાના આધુનિક ગંજમ જિલ્લામાં મહેન્દ્ર પર્વત અને દક્ષિણમાં ચિત્તોર જિલ્લામાં કાલહસ્તી મંદિર વચ્ચે સીમિત હતી. પરંતુ આંધ્ર ક્ષેત્ર પશ્ચિમમાં તરફ કર્નૂલ જિલ્લાના શ્રીસૈલમ સુધી હતી, અલબત્ ત્યાં સુધી આધુનિક રાજ્યનો માત્ર અર્ધો ભાગ જ આવરી શકાય છે.[૨૯] સોળમી સદીની શરૂઆતના અન્ય સ્રોતો અનુસાર, ઉત્તરી સીમા સિંહચલમ છે અને દક્ષિણની સીમા તિરુપતિ અથવા તિરુમાલા ટેકરી હતી. [૩૦] [૩૧] [૩૨] [૩૩] [૩૪] [૩૫] [૩૪] [૩૫]

ભૌગોલિક વિતરણ

Thumb
હળવા વાદળી, તેલુગુ પ્રવાસીઓનું ભૌગોલિક વિતરણ, ઘેરો વાદળી મૂળ વતન.

તેલુગુ મૂળ રીતે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા અને પુદુચેરીના યનામ જિલ્લામાં બોલાય છે. તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગ, ઝારખંડના કેટલાક ભાગો અને ભારતના પશ્ચિમ બંગાળના ખડગપુર ક્ષેત્રમાં તેલુગુ ભાષીઓએ સ્થળાંતર કરી વસ્યા છે. કુલ વસ્તીના ૭.૨% સાથે, હિન્દી અને બંગાળી પછી તેલુગુ ભારતીય ઉપખંડમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. કર્ણાટકમાં ૭.૦% અને તમિળનાડુમાં ૫.૬% વસ્તી તેલુગુ બોલે છે. [૩૬]

યુનાઇટેડ સ્ટેટ્સમાં તેલુગુ ભાષીઓની સંખ્યા ૮,૦૦,૦૦૦ કરતા વધારે છે, તેમાં સેન્ટ્રલ ન્યૂ જર્સીમાં તેની સૌથી વધુ ઘનતા છે (લિટલ આંધ્ર [૩૭]); તેલુગુ બોલનારા ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝિલેન્ડ, બેહરીન, કેનેડા (ટોરન્ટો), ફીજી, મલેશિયા, સિંગાપુર, મોરિશિયસ, મ્યાનમાર, યુરોપ ( ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની, આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગડમ ), સાઉથ આફ્રિકા, ત્રિનીદાદ અને ટોબેગો અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ જોવા મળે છે.

સંદર્ભ

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads