ઉપાસના
From Wikipedia, the free encyclopedia
ઉપાસના એ ઈશ્વર સમીપ પહોંચવાની ધાર્મિક ભક્તિની વિધિ છે. ઉપાસના વિધિ વ્યક્તિગત, ઔપચારિક કે અનૌપચારિક સમૂહમાં કે કોઈ નિયુક્ત નેતા કે ધર્મગુરુની આગેવાની હેઠળ કરાય છે. ઉપાસના એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેની વ્યુત્પત્તિ જોઈએ તો, ઉપ=નજીક અને આસ (આસન)=બેસવું, અર્થાત નજીક બેસવું એવો થાય છે. તત્વતઃ અહીં એનો અર્થ ઈશ્વરીય શક્તિ કે ઇષ્ટદેવનું સ્મરણ; ધ્યાન ધરવું એવો થાય છે. અંગ્રેજી ભાષામાં આને માટે વર્શિપ (worship) શબ્દ છે જે વ્યુત્પત્તિ શાસ્ત્ર મુજબ જુની અંગ્રેજીના ’weorþscipe’ શબ્દ પરથી "worthiness" કે "worth-ship"—’કશાક પ્રત્યે યોગ્યતા કેળવવી’—ના સરળ રૂપ તરીકે આવેલો છે, જેનો અર્થ છે; કશાક (ઈશ્વર) પ્રત્યે સન્માન દાખવવું.[1]