ઍરોસ્મિથ
From Wikipedia, the free encyclopedia
ઍરોસ્મિથ એ એક અમેરિકી હાર્ડ રોક બૅન્ડ છે, જેને કયારેક "ધ બેડ બોય્ઝ ફ્રોમ બોસ્ટન (બોસ્ટનના બગડેલા છોકરાઓ)"[3] અને "અમેરિકાનું સૌથી મોટું રોક ઍન્ડ રોલ બૅન્ડ" પણ કહેવામાં આવે છે.[4][5][6][7] બ્લ્યૂઝ-આધારિત હાર્ડ રોકનાં મૂળિયાં ધરાવતી તેમની શૈલી,[8][9] પોપ,[10] હેવી મેટલ,[8] અને લય/તાલ અને બ્લ્યૂઝ[11]નાં ઘણાં તત્ત્વોને વણી લે છે, અને ઘણા અનુગામી રોક કલાકારો તેનાથી પ્રેરણા પામ્યા છે.[12] આ બૅન્ડ 1970માં બોસ્ટન, મેસ્સાચ્યુસેટ્ટસમાં રચાયું હતું. ગિટારવાદક જૉ પેરી અને બાઝવાદક ટોમ હેમિલ્ટન બંને મૂળે જામ બૅન્ડ કહેવાતા એક બૅન્ડમાં સાથે હતા, તેમની મુલાકાત ગાયક સ્ટિવન ટેલર, ડ્રમવાદક જૉય ક્રેમર, અને ગિટારવાદક રૅય તાબાનો સાથે થઈ, અને તેમણે સૌએ સાથે મળીને ઍરોસ્મિથની રચના કરી. 1971માં, બ્રાડ વ્હિટફોર્ડે તાબાનોનું સ્થાન લીધું, અને બૅન્ડ બોસ્ટનમાં વિકસવા માંડ્યું.
Aerosmith | |
---|---|
Aerosmith performing in Quilmes Rock, Argentina on April 15, 2007. | |
પાર્શ્વ માહિતી | |
મૂળ | બોસ્ટન, મેસેચ્યુસેટ્સ, સંયુક્ત રાજ્ય અમેરિકા |
શૈલી | Hard rock, blues-rock,[1] heavy metal[2] |
સક્રિય વર્ષો | 1970–present |
રેકોર્ડ લેબલ | Columbia, Geffen |
સંબંધિત કાર્યો | The Joe Perry Project, Whitford/St. Holmes, The Strangeurs/Chain Reaction |
વેબસાઇટ | www.aerosmith.com |
સભ્યો | Steven Tyler Joe Perry Brad Whitford Tom Hamilton Joey Kramer |
ભૂતપૂર્વ સભ્યો | Ray Tabano Jimmy Crespo Rick Dufay |
1972માં કોલ્મબિયા રૅકોર્ડ્સે તેમની સાથે કરાર કર્યો, અને 1973માં તેમના નામ પરના આલ્બમથી શરૂઆત કરીને તેમણે હારબંધ મલ્ટી-પ્લેટિનમ આલ્બમો આપ્યાં. 1975માં, ટોયઝ ઈન ધ એટ્ટીક નામના પોતાના આલ્બમ સાથે આ બૅન્ડે મુખ્ય ધારામાં પ્રવેશ મેળવ્યો, અને 1976માં તેમના ફોલો-અપ રોકસ આલ્બમે હાર્ડ રોક સુપરસ્ટાર્સ તરીકે તેમનું સ્થાન દઢ કરી આપ્યું.[13] 1970ના દાયકાના અંત સુધીમાં, તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય હાર્ડ રોક બૅન્ડોમાંના એક બની ગયા હતા અને હવે તેમનો પોતાનો એક વફાદાર પ્રેક્ષક વર્ગ પણ ધરાવતા હતા, જેનો ઘણીવાર "બ્લ્યૂ આર્મી" તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો.[14] જો કે, કેફીપદાર્થોનું વ્યસન અને આંતરિક ખટરાગના કારણે બૅન્ડે ઘણી કસોટીનો સામનો કરવો પડ્યો હતો, જે છેવટે 1979 અને 1981માં અનુક્રમે પૅરી અને વ્હિટફોર્ડની વિદાયમાં પરિણમી હતી. જિમ્મી ક્રેસ્પો અને રિક દુફેયે તેમનું સ્થાન લીધું હતું.[9] 1980થી 1984 વચ્ચેના સમયગાળામાં બૅન્ડનો દેખાવ સારો નહોતો રહ્યો, અને તે રોક ઈન અ હાર્ડ પ્લેસ નામનું એક માત્ર આલ્બમ આપી શકયા, જે પ્રમાણમાં સારું રહ્યું હતું પણ તેમની પહેલાંની સફળતાથી ઘણું પાછળ હતું.
1984માં પૅરી અને વ્હિટફોર્ડ પાછા આવી ગયા અને બૅન્ડે ગેફેન રૅકોર્ડ્સ સાથે નવો કરાર કર્યો, પણ જયારે બરાબર શુદ્ધિમાં આવ્યું અને તેમણે ૧૯૮૭માં પરમેનન્ટ વૅકેશન રીલિઝ કયુર્ં ત્યારે છેક તેમને તેમણે ૧૯૭૦ના દાયકામાં અનુભવેલી લોકપ્રિયતા પાછી મળી.[15] સમગ્ર 1980 અને 1990ના દાયકામાં, અમુક હિટ્સ આપ્યાં અને પમ્પ (1989), ગેટ અ ગ્રિપ (1993), અને નાઈન લાઈવ્સ (1997) જેવા પોતાના મલ્ટી-પ્લેટિનમ જેવાં આલ્બમો માટે સંગીતના અનેક પુરસ્કાર મેળવ્યાં. રોક 'ઍન' રોલના ઇતિહાસમાં, તેમના પ્રત્યાગમનને સૌથી નોંધનીય અને જોવાલાયક પ્રત્યાગમનોમાંથી એક તરીકે વર્ણવવામાં આવે છે.[8][9] 40 વર્ષોના કલા-પ્રદર્શન પછી પણ, આ બૅન્ડ આજે પણ ટુર ચાલુ રાખી છે અને સંગીત રેકૉર્ડ કરે છે.
ઍરોસ્મિથ એ સદાબહાર બેસ્ટ-સેલિંગ અમેરિકી રોક બૅન્ડ છે,[16] જેના વિશ્વભરમાં 150 મિલિયન કરતાં વધુ આલ્બમો વેચાઈ ચૂકયા છે,[17] 66.5 મિલિયન આલ્બમો તો માત્ર એકલા યુનાઈટેડ સ્ટેટ્સમાં જ વેચાયાં છે.[16] તે એક અમેરિકી જૂથ તરીકે સૌથી વધુ ગોલ્ડ અને મલ્ટી-પ્લેટિનમ આલ્બમ માટેનો વિક્રમ ધરાવે છે. બિલબોર્ડ હોટ 100માં ટોચના 40 માંથી 21, નવ #1 મુખ્ય ધારાના રોક હિટ્સ, ચાર ગ્રેમી એવોર્ડ્સ, અને 10 MTV વિડિઓ મ્યુઝિક પુરસ્કારો આ બૅન્ડે અંકે કર્યા છે. 2001માં તેમને રોક ઍન્ડ રોલ હૉલ ઓફ ફેમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, અને 2005માં રોલિંગ સ્ટોન મૅગેઝિનના 100 સદાબહાર મહાન કલાકારોની યાદીમાં તેમને --- ક્રમ આપવામાં આવ્યો હતો.[18]