દુર્ગા
હિંદુ દેવી / From Wikipedia, the free encyclopedia
દુર્ગા એ અંબાનું એક સ્વરૂપ છે. અંબા કે દુર્ગા એ શાક્ત્ય સંપ્રદાય (શક્તિ/દેવીના ઉપાસકો)માં માતાનું સ્વરૂપ છે. તેમના અનેક નામો છે, શિવની પત્ની તરીકે પાર્વતીના નામે પણ ઓળખાય છે. શાક્ત્ય સંપ્રદાય અને હિંદુ શાસ્ત્રોમાં શક્તિના અનેક અવતારો વર્ણવ્યા છે અને મૂખ્ય નવ સ્વરૂપો, કે જે નવદુર્ગા તરીકે વર્ણવવામાં આવે છે. નવદુર્ગા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, ક્રૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે.[2]
Quick Facts દુર્ગા, અંબા, જોડાણો ...
દુર્ગા, અંબા | |
---|---|
અજેય માતૃત્વની દેવી અનિષ્ટ ઉપર શુભનો વિજય | |
દુર્ગા મહિષાસુરમર્દિની, મહિષાસુર (પાડાના સ્વરૂપનો રાક્ષસ-ભેંસાસુર)નો વધ કરનારી. | |
જોડાણો | શક્તિ, દેવી, ગૌરી, ભગવતી, અંબા, કાળી, પાર્વતી, ત્રિપુર સુંદરી, ભવાની, શાકંભરી |
રહેઠાણ | કૈલાસ, મણિદ્વીપ, સર્વલોક |
મંત્ર | ॐ दुं दुर्गायै नमः / ૐ દું દુર્ગાય નમઃ ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे / ૐ ઐં હ્રિં ક્લિં ચામુંડાયૈ વિચ્ચૈ |
શસ્ત્રો | ખડગ, ત્રિશૂલ, ધનુષ્ય, શંખ, ચક્ર, ગદા |
વાહન | વાઘ કે સિંહ |
ક્ષેત્ર | સમગ્ર ભારત |
ઉત્સવો | નવરાત્રી |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | શિવ[1] |
બાળકો | ગણેશ, કાર્તિકેય |
બંધ કરો