પર્યટન
મનોરંજન, આરામના સમયે અથવા વેપારી હેતુઓ માટે કરવામાં આવતો પ્રવાસ / From Wikipedia, the free encyclopedia
પર્યટન એટલે મનોરંજન, આરામના સમયે અને વેપારી હેતુઓ માટે કરવામાં આવતો પ્રવાસ. વિશ્વ પર્યટન સંગઠન(World Tourism Organization) મુજબ પર્યટકો એટલે તેવા લોકો "જેઓ પ્રવાસ કરે છે અને પોતાના સામાન્ય વાતાવરણથી અન્યત્ર સ્થળે આરામ, મનોરંજન કે પછી વેપાર તેમજ અન્ય હેતુઓ માટે ચોવીસ (24) કલાકથી વધુ, પરંતુ સતત એક વર્ષ સુધી નહીં, ગાળે છે, આ જગ્યાની મુલાકાત લેવા બદલ તેઓને કોઈ નાણા મળવાના નથી.".[1] પર્યટનએ ફુરસદના સમયમાં કરવામાં આવતી સૌથી લોકપ્રિય પ્રવૃતિ છે. 2007માં પ્રવાસીઓની સંખ્યા, 903 મિલિયન જેટલી નોંધાઈ હતી, જે 2006ના વર્ષ કરતા 6.6 ટકાનો વધારો દર્શાવે છે. આ પ્રવાસીઓએ 856 બિલિયન. અમેરિકન ડોલર(USD)નો ખર્ચ કર્યો હતો. [2][2]
વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતત્તા હોવા છતાં 2008ના પહેલા ચાર મહિના દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 2007માં જોવા મળેલો વિકાસ દર જળવાઈ રહ્યો છે.[2] જો કે, 2008ની આર્થિક મંદીને કારણે જુન 2008થી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ઘટાડો આવવા લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય પર્યટનમાં વૈશ્વિક 2 ટકાનો ઘટાડો ઉનાળાના મહિલનાઓ દરમિયાન આવ્યો છે. જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ 2008 સુધીના સમયનો વિકાસ દર 2007ની સરખામણીમાં સરેરાશ 5.7 ટકા પર પહોંચ્યો છે. 2006થી 2007 દરમિયાન વિકાસ માત્ર 3.7% ટકા જ હતો. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પર્યટન સંખ્યા જાન્યુઆરીથી ઓગસ્ટમાં 641 મિલિયન પ્રવાસીઓ હતી જે 2007માં આજ સમયગાળા દરમિયાન 618 મિલિયન પ્રવાસીઓની સંખ્યા હતી..[3]
પર્યટન ઉદ્યોગ ઘણા દેશો માટે મહત્વનો છે, જેમ કે, યુએઈ(U.A.E), ઈજીપ્ત , ગ્રીસ અને થાઈલેન્ડ, અને અન્ય ઘણા ટાપુ દેશોમાં જેમ કે ધ બહામાસ, ફિજી , માલદિવ અને સિસિલીસ, આ ઉદ્યોગમાં રહેલા નાણા તેમજ રોજગારીની વિશાળ તકોને કારણે સેવા ઉદ્યોગ પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. આ સેવા ઈન્ડ.માં વાહન વ્યવહાર, જેમાં એરલાઈન્સ, ક્રુઝ શીપ અને ટેક્સીનો સમાવેશ થાય છે, જ્યારે મહેમાનગતી સેવા,માં રહેઠાણ, જેમાં હોટલ, રીસોર્ટ સમાવેશ થાય છે અને અન્ય મનોરંજનના સાધનો જેવા કે એમ્યુઝમેન્ટ પાર્ક, કેસિનો , શોપિંગ મોલ્સ, અને મ્યુઝીક સ્થળો અને થિયેટરોનો સમાવેશ થાય છે.