![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/ff/Pistacia_vera_Kerman.jpg/640px-Pistacia_vera_Kerman.jpg&w=640&q=50)
પિસ્તા
From Wikipedia, the free encyclopedia
પિસ્તા, પિસ્તાશીયા વેરાએ વનસ્પતિ શાસ્ત્ર અનુસાર એનાકાર્ડીઆસેશી કુળનું વૃક્ષ છે. તેના વૃક્ષો નાનાં હોય છે. તેમનું ઉદ્ભવ સ્થાન બૃહદ ઈરાન ક્ષેત્ર માનવામાં આવે છે. [1][2]) હાલના સમયમાં સિરિયા, લેબેનોન, તુર્કસ્તાન (ટર્કી), ગ્રીસ, ટ્યુનિશીયા, કિરગીઝસ્તાન, તાજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત, ઈટાલી, સીસલી, ઉઝબેકિસ્તાન, અફઘાનીસ્તાન અને અમેરિકા (કેલિફોર્નિયા)માં પણ તેનું વાવેતર કરવામાં આવે છે. આ વૃક્ષના બીજ (કે શિંગ)નો રસોઈમાં અને ખાધ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
Quick Facts પિસ્તા, પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ ...
પિસ્તા | |
---|---|
![]() | |
પિસ્તાશીયા વેરા (Pistacia vera) (કેરમન પ્રજાતિ)ના પાકતા ફળો | |
![]() | |
શેકેલા પિસ્તા, આવરણ સહિત | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Sapindales |
Family: | Anacardiaceae |
Genus: | 'Pistacia' |
Species: | ''P. vera'' |
દ્વિનામી નામ | |
Pistacia vera L. | |
બંધ કરો
પિસ્તાચીઓ વેરાને ઘણી વખત પિસ્તાશિયાની અન્ય પ્રજાતિ સમજીને લોકો થાપ ખાઈ જાય છે. આ ફરકને તેમના વાવેતરના સ્થાન અને તેમની શિંગ (બી)ને આધારે જુદા તારવી શકાય છે. તેમની શિંગ નાની હોય છે અને તેમાં ટર્પેન્ટાઈનની તીવ્ર ગંધ હોય છે વળી તેમના આવરણ સખત હોતા નથી.