ભૂતાન
પૂર્વી હિમાલયમાં આવેલો દક્ષિણ એશિયાઈ દેશ / From Wikipedia, the free encyclopedia
ભૂતાન એટલે કે ભૂતાનનું રાજ્ય, હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનકડો અને મહત્વપૂર્ણ દેશ છે. આ દેશ ચીન (તિબેટ) અને ભારત ની વચ્ચે સ્થિત છે. આ દેશનું સ્થાનીક નામ દ્રુક યુલ છે, જેનો અર્થ થાય છે, 'ગરજતા ડ્રેગનનો દેશ’.[1] આ દેશ મુખ્યતઃ પહાડી છે, ફક્ત દક્ષિણ ભાગમાં થોડીક સમતળ ભૂમિ છે. સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે તે તિબેટ સાથે જોડાયેલો છે, પરંતુ ભૌગોલિક અને રાજનીતિક પરિસ્થિતિઓ અનુસાર હાલમાં આ દેશ ભારતની નજીક છે.
ભૂતાનનું રાજ્ય | |
---|---|
રાષ્ટ્રગીત: દ્રુક સેન્દેન | |
રાજધાની and largest city | થિમ્ફુ |
અધિકૃત ભાષાઓ | જોંગખા |
સરકાર | ગણતંત્ર પારંપરિક રાજાશાહી |
• રાજા | જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુક |
• વડાપ્રધાન | જિગ્મે વાય. થિન્લે |
વાંગ્ચુક સામ્રાજ્ય | |
• | 17 દિસંબર 1907 |
• જળ (%) | આંકડા અપ્રાપ્ય |
વસ્તી | |
• ૨૦૦૭ અંદાજીત | ૬૭૨,૪૨૫ (૨૦૦૫) (૧૧૭) |
• ૨૦૦૫ વસ્તી ગણતરી | ૨,૧૬૨,૫૪૬ |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૪૩.૯ કરોડ (૧૬૦મો) |
• Per capita | $૫,૪૭૭ (૧૧૭મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | 0.579 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 133વાં |
ચલણ | ઙુલત્રુમ ભારતીય રૂપિયો (બીટીએન આઈએનઆર) |
સમય વિસ્તાર | UTC+6:00 (ભૂટાન સમય બી.ટી.ટી) |
• ઉનાળુ (DST) | UTC+6 |
ટેલિફોન કોડ | 975 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .bt |
ભૂતાન ખુબ દુર્ગમ તેમજ બાકીની દુનિયાથી અલાયદો દેશ હતો, ૨૦મી સદીનાં અંતમાં અહીં થયેલા વિકાસને પગલે, શહેરી વિસ્તારમાં સીધી અંતરરાષ્ટ્રીય ઉડાનો, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન તેમજ કેબલ ટી.વી. જેવી આધુનિક સગવડોના આવવાથી ત્યાં પણ ઘણી પ્રગતી સધાઈ છે. ભૂતાને ગ્રોસ નેશનલ હેપીનેસ (કુલ રાષ્ટ્રીય ખુશાલી)ની વિચારધારાને અપનાવી પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને રિવાજો તથા આધુનિકરણ વચ્ચેનું સમતોલપણું જાળવી રાખ્યું છે, જેના થકી તેમણે પર્યાવરણનો નિરંકુશ નાશ કર્યા વગર પ્રગતિ સાધી છે. ભૂતાનની સરકારે ત્યાંની રાષ્ટ્રીય પરંપરાગત સંસ્કૃતિ, ઓળખ તથા પર્યાવરણને જાળવી રાખવા માટે ઘણા પગલા લીધા છે. ૨૦૦૬માં લેસ્ટર વિશ્વવિદ્યાલયે કરેલા 'વર્લ્ડ મેપ ઓફ હેપીનેસ' (દુનિયાનો ખુશાલીનો નકશો) નામના સર્વેક્ષણના આધારે બિઝનેઝ વિક નામના સાપ્તાહિકે ભૂતાનને એશિયાનો સૌથી ખુશાલ દેશ અને દુનિયામાં આઠમો ખુશાલ દેશ તરીકે ગણાવ્યો હતો.[2]