આલ્બર્ટ માઈકલસન દ્વારા શોધાયેલું એક પ્રકાશીય ઉપકરણ From Wikipedia, the free encyclopedia
માઈકલસન ઈન્ટરફેરોમીટર પ્રકાશના વ્યતિકરણના સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે, જેની શોધ અમેરિકન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ માઈકલસન કરવામાં આવી હતી. આ ઉપકરણનો ઉપયોગ અનેક પ્રયોગોમાં થાય છે, પણ એ માઈકલસન અને એમના સાથીદાર એડવર્ડ મોર્લે દ્વાર કરવામાં આવેલ 'માઈકલસન-મૉર્લે પ્રયોગ' માટે વધારે જાણીતું છે.[1]
માઈકલસન ઈન્ટરફેરોમીટર પ્રકાશના વ્યતિકરણના સિદ્ધાંત પર રચાયેલું ઉપકરણ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એમાં M1 અને M2 બે સમતલ અરીસા છે. M1 અરીસાની સાથે એક માઈક્રોમીટર સ્ક્રૂ જોડેલો હોય છે. તેની મદદથી M1 અરીસાનું સ્થાન ચોકસાઈપૂર્વક નોંધી શકાય છે, અને M2 અરીસાની પાછળ ત્રણ સ્ક્રૂ હોય છે, તેની મદદથી અરીસાના સમતલમાં ફેરફાર કરી શકાય છે.[1]
M એ પ્રકાશીય સમતલ કાચનો લંબચોરસ છે. તેની પાછળની બાજુ ઉપર ચાંદીનો પાતળો ઢોળ ચઢાવેલો હોય છે તેથી તેના પર આપત થતા પ્રકાશનું અંશત: પરાવર્તન અને અંશત: પારગમન થઈ શકે છે. પ્રકાશના વિસ્તૃત ઉદગમસ્થાન (S) માંથી નીકળતું એક કિરણ M લંબચોરસ ઉપર આપાત થાય છે. આ કિરણ M ની પાછળની સપાટી પર પડતાં તેનું પરાવર્તિત અને પારગમન કિરણોમાં વિભાજન થાય છે. આ બંને કિરણ M1 અને M2 અરીસા ઉપર લગભગ લંબરૂપે આપત થઈ અને પરાવર્તન પામે છે. આ બંને કિરણ M ની પાછલી સપાટી આગળ સંપાત થઈ વ્યતિકરણ શલાકાઓ રચે છે. આ વ્યતિકરણ શલાકાઓ ડિટેક્ટર E મારફતે જોઈ શકાય છે. M1 અને M2 સ્ક્રૂના થોડા ફેરફારથી સુરેખ અથવા વર્તુળાકાર આકારની શલાકાઓ જોઈ શકાય છે.[1]
આ ઉપકરણના અનેક ઉપયોગો છે, જેમ કે[1][2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.