લાખોટા તળાવ
જામનગર, ગુજરાતમાં આવેલું તળાવ / From Wikipedia, the free encyclopedia
લાખોટા તળાવ એ એક કૃત્રિમ તળાવ છે, જે જામનગર, ગુજરાત, ભારતની મધ્યમાં આવેલું છે.[1] આ તળાવ લાખોટા તળાવ અથવા રણમલ તળાવ તરીકે જાણીતું છે.[2] લાખોટા કિલ્લો તળાવમાં એક નાના ટાપુ પર આવેલો છે. આ તળાવ જામનગર રેલ્વે સ્ટેશનથી ૫ કિ.મી. દૂર આવેલું છે અને જામનગર શહેરના સૌથી મોટા જળાશયો પૈકીનું એક છે. તે જામનગરના એક જોવાલાયક સ્થળ ગણાય છે.[3]
Quick Facts લાખોટા તળાવ, સ્થાન ...
લાખોટા તળાવ | |
---|---|
લાખોટા તળાવ | |
સ્થાન | જામનગર, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22.4656°N 70.0645°E / 22.4656; 70.0645 |
પ્રકાર | તળાવ |
ટાપુઓ | ૧ |
રહેણાંક વિસ્તાર | જામનગર |
બંધ કરો