સુરત
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર સુરત / From Wikipedia, the free encyclopedia
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર,[8] અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.[9]
Quick Facts સુરત સુરત સૂર્યપુર, દેશ ...
સુરત
સુરત સૂર્યપુર | |
---|---|
મેટ્રો શહેર | |
સુરત | |
અન્ય નામો: ડાયમંડ સીટી, સિલ્ક સીટી | |
અક્ષાંશ-રેખાંશ: 21°10′12.864″N 72°49′51.819″E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
અધિકૃત ભાષા | ગુજરાતી |
વિસ્તાર | ૭ |
નામકરણ | સૂર્યનું શહેર (સૂર્યપુર) |
સરકાર | |
• પ્રકાર | મેયર-કાઉન્સિલ |
• માળખું | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | હેમાલી બોઘાવાલા[1](ભાજપ) |
• મ્યુનિસિપલ કમિશ્નર | શ્રી બંછાનિધિ પાની, આઈ.એ.એસ. |
• પોલીસ કમિશ્નર | શ્રી અજયકુમાર તોમર, આઈ.પી.એસ.[2] |
વિસ્તાર | |
• કુલ | ૪૭૪ km2 (૧૮૩ sq mi) |
ઊંચાઇ | ૧૩ m (૪૩ ft) |
વસ્તી (૨૦૧૧)[4] | |
• ક્રમ | ૮મો (ગુજરાતમાં ૨જો) |
• મેટ્રો ક્રમ | ૯મો |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૩૯૪ XXX, ૩૯૫ XXX |
ટેલિફોન વિસ્તાર ક્રમ | ૯૧-૨૬૧-XXX-XXXX |
વાહન નોંધણી | GJ-05 & GJ-28[5] |
જાતિ પ્રમાણ | ૧.૨૭[6] ♂/♀ |
દરિયાકિનારો | 35 kilometres (22 mi) |
સાક્ષરતા | ૮૬.૬૫%[7] |
HDI | ઉંચો |
વેબસાઇટ | www |
બંધ કરો