અમદાવાદ જિલ્લો
મધ્ય ગુજરાતનો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૭૨,૦૮,૨૦૦ છે.[1]
Quick Facts અમદાવાદ જિલ્લો, દેશ ...
અમદાવાદ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
અમદાવાદ જિલ્લા પંચાયત | |
ગુજરાતમાં અમદાવાદનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સરકાર | |
• જિલ્લા કલેક્ટર | સંદીપ જે. સગાલે |
વિસ્તાર | |
• કુલ | ૭,૧૭૦ km2 (૨૭૭૦ sq mi) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૭૨,૦૮,૨૦૦ |
• ઉનાળુ બચત સમય (DST) | IST (UTC+05:30) |
વાહન નોંધણી | GJ-1, GJ-27, GJ-38 |
વેબસાઇટ | ahmedabad |
બંધ કરો
અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણા, અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, આણંદ, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.