ચઢાવ
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
ચઢાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. ચઢાવ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. અહીંના લોકો ગામિત બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ચઢાવ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′58″N 73°21′43″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | વાંસદા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર |
બોલી | ગામિત, ધોડીયા |
બંધ કરો
ચઢાવ ગામ વાપી-શામળાજી રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ ઉપર ઉનાઇ અને વાંસદા વચ્ચે, કોસખાડી નદીને કિનારે આવેલું છે. અહીંથી ઉનાઇનું અંતર ૨ કિમી તેમ જ તાલુકામથક વાંસદાનું અંતર ૧૧ કિમી જેટલું થાય છે. આ ગામની આસપાસ ચરવી, ઉનાઇ, બારતાડ, સિણધઇ, કોસ, પાલગભાણ અને ભિનાર ગામ આવેલાં છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |