મહારેખા
વિગ્રહરેખા કરતાં મોટી રેખા / From Wikipedia, the free encyclopedia
ગુરુરેખા કે મહારેખા[1]નો વપરાશ:
Quick Facts —, મહારેખા ...
— | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહારેખા | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
બંધ કરો
૧. અમુક પદાર્થો ગણાવ્યા પછી ઉપસંહાર કરતાં મહારેખા મુકાય છે. જેમકે,
- સરિતાનું સ્વચ્છ પાણી, વનનો શીળો પવન, અને આસપાસની ધરિત્રીમાંથી પાકતું ધાન્ય—એ જીવન નિભાવની ત્રણે વસ્તુઓ ઈશ્વરે છૂટે હાથે વેરી હોય ત્યાં પછી શાની મણા રહે ?
૨. અમુક વસ્તુના જુદા જુદા પ્રકાર છે એમ કહી તે પ્રકારો ગણાવતા પહેલાં આ ચિહ્ન મુકાય છે. જેમકે,
- નવીન રાજકીય શસ્ત્રો—સત્ય અને અહિંસા.
અહીં કેટલીક વખત મહાવિરામ અને મહારેખાનું સંયુક્ત ચિહ્ન :— પણ મુકાય છે. જેમકે,
- નવીન રાજકીય શસ્ત્રો :—સત્ય અને અહિંસા.