![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e7/Himalayas_from_Kullu_Valley%252C_Himachal_Pradesh.jpg/640px-Himalayas_from_Kullu_Valley%252C_Himachal_Pradesh.jpg&w=640&q=50)
હિમાચલ પ્રદેશ
From Wikipedia, the free encyclopedia
હિમાચલ પ્રદેશ (હિંદી: हिमाचल प्रदेश [ɦɪmaːtʃəl prəd̪eːʃ] (listen)) એ ભારત નું એક રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં બાકીના ભારતીયોને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ રાજ્યનું ક્ષેત્રફળ 21,495 sq mi (55,670 km2),[3] જેટલું છે અને તેની સીમા ઉત્તરે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ અને વાયવ્યે પંજાબ અગ્નિ દિશાએ હરિયાણા અને ઉત્તરાખંડ અને પૂર્વે તિબેટને સ્પર્શે છે.
હિમાચલ પ્રદેશ | |
हिमाचल प्रदेश | |
— ભારતીય રાજ્ય — | |
![]() કુલુખીણમાંથી હિમાલય દર્શન | |
ભારતમાં હિમાચલ પ્રદેશનું સ્થાન (લાલ રંગમાં) | |
અક્ષાંશ-રેખાંશ | 31°6′12″N 77°10′20″E |
દેશ | ![]() |
જિલ્લા(ઓ) | ૧૨ |
સ્થાપના | ૨૫ જાન્યુઆરી, ૧૯૭૧ |
મુખ્ય મથક | શિમલા |
સૌથી મોટું શહેર | શિમલા |
રાજ્યપાલ | ઉર્મિલા સિંઘ |
મુખ્યમંત્રી | વિરભદ્ર સિંહ[1] (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) |
વિધાનમંડળ (બેઠકો) | એકગૃહી (૬૮[2]) |
લોકસભા મતવિસ્તાર | ૪ |
ઉચ્ચ ન્યાયાલય | હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય |
વસ્તી • ગીચતા |
૬૮,૫૬,૫૦૯ (૨૦મો) (૨૦૧૧) • 123/km2 (319/sq mi) |
માનવ વિકાસ દર | ![]() |
સાક્ષરતા | ૮૩.૭૮% |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી |
---|---|
સ્થાનીય ભાષા(ઓ) | પહાડી (કાંગડી, લાહૌલી, કિન્નોરી, ચંબ્યાલી, સિરમૌરી, બિલાસપુરી) |
અન્ય ભાષા(ઓ) | હિમાચલી, પહાડી |
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
55,673 square kilometres (21,495 sq mi) (૧૭મો) • 2,319 metres (7,608 ft) |
ISO 3166-2 | IN-HP |
વેબસાઇટ | himachal.nic.in |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/95/Himachal_Pradesh_locator_map.svg/640px-Himachal_Pradesh_locator_map.svg.png)
હિમાચલ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. [4] ૧૮૧૪-૧૮૧૬ના ગોરખા યુદ્ધ પછી બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સત્તા પર આવી અને ત્યાં અંગ્રેજ શાસન સ્થપાયું. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ ૧૯૫૦માં હિમાચલ પ્રદેશને કેંદ્રશાસિત પ્રદેશ બનાવાયું. ૧૯૭૧ના હિમાચલ પ્રદેશ કાયદા હેઠળ તેને રાજ્યનો દરજ્જો અપાયો અને તે ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. આ રાજ્યના નામનો અર્થ "હિમાલયના ખોળામાં વસેલ રાજ્ય" એવો થાય છે. આ રાજ્યનું નામ કરણ આ રાજ્યના સંસ્કૃત પંડિત આચાર્ય દિવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. [5]
માથાદીઠ આવકમાં હિમાચલ ભારતના રાજ્યોમાં ચોથા ક્રમાંકે આવે છે. મોટા પ્રમાણમાં વહેતી બારમાસી નદીઓને કારાણે હિમાચલ પ્રદેશમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં જળવિદ્યુત ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત શક્તિને દિલ્હી, પંજાબ અને રાજસ્થાનને વેચવામાં આવે છે. હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થા જળવિદ્યુત, પ્રવાસન અને ખેતી આધારીત છે.
હિમાચલ પ્રદેશ એ સૌથી ઓછું શહેરી કરણ પામેલું રાજ્ય છે, અહીંની ૯૦% વસ્તી ગામડામાં રહે છે. જો કે શિમલા જિલ્લામાં ૨૫% વસ્તી શહેરી ક્ષેત્રમાં રહે છે. ૨૦૦૫ના ટ્રાન્સપરેન્સી ઈંટરનેશનલન સર્વેક્ષણ પ્રમાણે સૌથી ઓછું ભ્રષ્ટાચાર ધરાવતું કેરળ પછી હિમાચલ પ્રદેશ બીજી ક્રમાંકે આવતું રાજ્ય છે.[6]