ઑડિશા
ભારતીય રાજ્ય / From Wikipedia, the free encyclopedia
ઑડિશા (ઓરિસ્સા) [7][8] ભારતના પૂર્વ કાંઠે આવેલું રાજ્ય છે. ઑડિશાની સીમાએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ આવેલા છે. તેનું પાટનગર ભુવનેશ્વર છે. ઑડિશા તેની પૂર્વ તરફ ૪૮૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. ઑડિશા રાજ્ય તેમાં આવેલા મંદિરો માટે જાણીતું છે, ખાસ કરીને પુરી અને કોણાર્કમાં આવેલા મંદિરો વિશ્વવિખ્યાત છે.
ઑડિશા
ଓଡ଼ିଶା oṛiśā | |
---|---|
રાજ્ય | |
ચિલ્કા તળાવ, ઑડિશા | |
ભારતમાં ઑડિશા રાજ્યનું સ્થાન | |
Map of Orissa | |
અક્ષાંશ-રેખાંશ (ભુવનેશ્વર): 20.15°N 85.50°E / 20.15; 85.50 | |
દેશ | ભારત |
સ્થાપના | ૧ એપ્રિલ ૧૯૩૬ |
રાજધાની | ભુવનેશ્વર |
સૌથી મોટું શહેર | ભુવનેશ્વર[1] |
જિલ્લા | 30 |
સરકાર | |
• રાજ્યપાલ | ગણેશી લાલ[2] |
• મુખ્યમંત્રી | નવીન પટનાયક |
• વિધાનમંડળ | ઑડિશા સરકાર (૧૪૭ બેઠકો) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૪,૧૯,૭૪,૨૧૮ |
ભાષા | ઑડિયા |
---|---|
ગીત | બન્દે ઉત્કલ જનની |
નૃત્ય | ઑડિસી |
પ્રાણી | સાબર[3] |
પક્ષી | નીલકંઠ[4] |
ફૂલ | અશોક [5] |
વૃક્ષ | પીપળો - અશ્વથા[6] |
પહેરવેશ | સાડી(સ્ત્રીઓ) |
પ્રાચીન કાળમાં આ રાજ્ય કલિંગ રાજ્ય તરીકે જાણીતું હતું. ઈ.સ. પૂર્વે ૨૬૧માં મૌર્ય કુળના રાજા અશોકે આ રાજ્ય પર ચઢાઈ કરી હતી અને અહીં ઐતિહાસિક કલિંગનું યુદ્ધ થયું હતું.[9]
અર્વાચીન ઑડિશા રાજ્યની સ્થાપના ૧ એપ્રિલ ૧૯૩૬ના બ્રિટિશ શાસિત ભારતમાં થઈ હતી. [10] ઓડિઆ ભાષા બોલનારા ક્ષેત્રોનો આ રાજ્યમાં સમાવેશ હતો.[11] ઑડિશામાં ૧ એપ્રિલનો દિવસ સ્થાપના દિવસ તરીકે "ઉત્કલ દિબસ (દિવસ)" નામે ઉજવાય છે.[12]. ભારતના રાષ્ટ્રગીતમાં આ રાજ્યનો સમાવેશ "ઉત્કલ" તરીકે થયો છે. શરૂઆતના ૮ વર્ષ સુધી કટક ઑડિશાની રાજધાની રહ્યું. ૧૩ એપ્રિલ ૧૯૪૮ પછી ઑડિશાની રાજધાની ભુવનેશ્વર ખસેડવામાં આવી.
વિસ્તારની દૃષ્ટિએ ઑડિશા ભારતનું ૯મું સૌથી મોટું રાજ્ય છે. વસતિની દ્રષ્ટિએ ઑડિશા ૧૧મા ક્રમાંકે આવે છે. ઓડિઆ ભાષા આ રાજ્યમાં સૌથી વધારે બોલાતી ભાષા છે, લગભગ પોણા ભાગના લોકો તે ભાષા બોલે છે.